Site icon

શાહરુખ ખાન ની મહિનાની કમાણી છે કરોડોમાં; જાણો તેની સંપત્તિ અને જીવનશૈલી વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 02 નવેમ્બર, 2021   

Join Our WhatsApp Community

મંગળવાર

'બોલિવૂડના બાદશાહ', 'કિંગ ઓફ બોલિવૂડ', 'કિંગ ખાન' અને 'કિંગ ઓફ રોમાન્સ' જેવા અનેક નામોથી લોકોના દિલ-દિમાગમાં કેદ થયેલા અભિનેતા શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે. 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં જન્મેલ શાહરૂખ ખાન આજે 56 વર્ષનો થઈ ગયો છે. નાના પડદાથી પોતાના કરિયરની શરૂઆત કરનાર શાહરૂખ ખાન આજે સિનેમા જગતનો એક મજબૂત આધારસ્તંભ બની ગયો છે. લોસ એન્જલસ ટાઈમ્સે તેને દુનિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટાર ગણાવ્યો છે. આજે, તેમના જન્મદિવસ નિમિત્તે, અમે તમને તેમની સંપત્તિ અને જીવનશૈલી  વિશે જણાવીશું. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં શાહરૂખ ખાન પાસે કુલ 5100 કરોડની સંપત્તિ છે. તેમની કુલ સંપત્તિ લગભગ 700 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. કિંગ ખાન  એક મહિનામાં 12 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે અને તેની એક વર્ષમાં કમાણી લગભગ 240 કરોડ રૂપિયા છે.

શાહરૂખ ખાનને શાનદાર જીવનશૈલીની આદત છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ એક ફિલ્મ માટે 40-50 કરોડ રૂપિયા લે છે. તેઓ બ્રાન્ડ પ્રમોશન માટે તગડી રકમ પણ વસૂલે છે. શાહરૂખ એક સફળ અભિનેતા હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ મેન પણ છે. તેની પાસે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, ડ્રીમ્ઝ અનલિમિટેડ જેવી પ્રોડક્શન કંપનીઓ છે. તદુપરાંત IPLમાં પણ તેની ટીમ છે.

રણબીર -આલિયાના ફેન્સે જોવી પડશે રાહ, 2021માં નહીં પરંતુ આ વર્ષમાં કરી શકે છે લગ્ન; જાણો વિગત

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન ને મોંઘી અને રોયલ ગાડીઓ નો ખુબ શોખ છે. તેમની પાસે Bugatti Veyron, BMW 7Series Car, BMW 6 Series, Mitsubishi pajero, Audi A6, Land Cruiser, Rolls Royce Drophead Coupé જેવી ગાડીઓ છે. એટલું જ નહીં કિંગ ખાનનું ઘર પણ કોઈ ટૂરિસ્ટ સ્પોટથી ઓછું નથી. તે મુંબઈના બાંદ્રામાં પોતાના ઘર 'મન્નત'માં રહે છે. રિપોર્ટ અનુસાર તેમના ઘરની કિંમત 200 કરોડ રૂપિયા છે. આ સાથે શાહરૂખ ખાનનો દુબઈમાં એક આલીશાન વિલા પણ છે, જેની સુંદરતા જોવા જેવી છે. 

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version