Site icon

shahrukh khan lalbaugcha raja: ગણપતિ બાપ્પા ની ભક્તિ માં તલ્લીન જોવા મળ્યો શાહરુખ ખાન, જવાન હિટ જતા લીધા મુંબઈ ના લાલબાગચા રાજા ના આશીર્વાદ, જુઓ વિડિયો

shahrukh khan lalbaugcha raja: શાહરુખ ખાન હાલ તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડનો કિંગ ખાન ગઈકાલે લાલ બાગના રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો, જ્યાં તેની સાથે તેનો નાનો દીકરો અબરામ પણ જોવા મળ્યો હતો.

shahrukh khan reaches lalbauch cha raja with younger son abram amid jawans success

shahrukh khan reaches lalbauch cha raja with younger son abram amid jawans success

News Continuous Bureau | Mumbai

shahrukh khan lalbaugcha raja:સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સ બાપ્પાના સ્વાગતમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ નો બાદશાહ શાહરૂખ ખાન મુંબઈમાં પ્રખ્યાત ભગવાન ગણેશના પંડાલ લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો હતો. અહીં શાહરૂખે તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ જવાન બ્લોકબસ્ટર હિટ થવા બદલ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન સાથે તેનો નાનો પુત્ર અબરામ ખાન અને તેની મેનેજર પૂજા દડલાની પણ જોવા મળી હતી. 

Join Our WhatsApp Community

 

લાલબાગ ચા રાજા ના દર્શન કરવા પહુચ્યો શાહરુખ ખાન 

શાહરૂખ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. શાહરૂખ ખાન તેના નાના પુત્ર અબરામ અને મેનેજર પૂજા દડલાની સાથે મુંબઈના પ્રખ્યાત લાલ બાગના રાજાના દરબારમાં પહોંચ્યો હતો. જ્યાં બંનેએ કપાળે તિલક લગાવી બાપ્પાના ચરણોમાં શીશ નમાવી તેમના આશીર્વાદ લીધા હતા. તમને જણાવી દઈએ કે શાહરૂખ દરેક વખતે શુભેચ્છાઓ સાથે અહીં પહોંચે છે અને ચોક્કસપણે પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કરે છે. આ વખતે જ્યારે તે અબરામ સાથે પંડાલમાં પહોંચ્યો ત્યારે તેના ચાહકોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો.

બાપ્પા ની ભક્તિ માં ડૂબેલો જોવા મળ્યો શાહરુખ ખાન 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ ખાને ઘરે ગણપતિનું સ્વાગત કર્યું હતું. તે અંબાણીના ગણપતિની ઉજવણીમાં પણ ગયો હતો. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કિંગ ખાને અંબાણી ના ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની આરતી કરી હતી. ત્યારબાદ ગઈકાલે તે તેના નાના પુત્ર અબરામ અને મેનેજર સાથે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો હતો.  

આ  સમાચાર પણ વાંચો : Shahrukh khan nita ambani: મુકેશ અંબાણી ના ઘરે ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લેવા પરિવાર સાથે પહુચ્યો હતો શાહરુખ ખાન, કિંગ ખાન ને જોઈને ઝૂમી ઉઠી નીતા અંબાણી, જુઓ વિડીયો

Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Arijit Singh’s First Wife:અરિજીત સિંહના રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે પૂર્વ પત્ની લાઈમલાઈટમાં: જાણો કોણ છે રૂપરેખા બેનર્જી અને અત્યારે ક્યાં છે?
Kalki 2 Update: પ્રભાસની ‘કલ્કિ ૨’ માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું,શું સાઉથ ની આ સુંદરી લેશે ‘સુમતી’ ની જગ્યા?
Exit mobile version