Site icon

ShahRukh Khan: કિંગ માં કંઈક આવું હશે શાહરુખ ખાન નું પાત્ર, અભિનેતા એ તેના બર્થડે સેલિબ્રેશન માં કર્યો ખુલાસો

ShahRukh Khan: શાહરુખ ખાને તાજેતર માં જ તેનો 60 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસના ઇવેન્ટમાં શાહરુખે તેની ફિલ્મ કિંગ ના પાત્ર ખુલાસો કર્યો હતો.

ShahRukh Khan Reveals His Dark and Ruthless Role in 'King'

ShahRukh Khan Reveals His Dark and Ruthless Role in 'King'

News Continuous Bureau | Mumbai

ShahRukh Khan: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ હવે પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’  માટે ચર્ચામાં છે. જન્મદિવસના દિવસે તેણે ફેન્સને ફિલ્મનું ફર્સ્ટ લુક અને ટીઝર ભેટ માં આપ્યું. આ પ્રસંગે શાહરુખે પોતાના પાત્ર વિશે ખુલાસો કર્યો કે આ રોલ પરંપરાગત હીરો જેવો નથી, પણ એક ડાર્ક અને ગ્રે શેડ્સ ધરાવતું પાત્ર છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં

“હું હવે અલગ પ્રકારના રોલ કરવા માંગું છું” – શાહરુખ

શાહરુખે કહ્યું કે, “હવે સમય આવી ગયો છે કે હીરો પણ અલગ પ્રકારના રોલ કરે. કિંગમાં જે પાત્ર છે તે ખૂબ જ રસપ્રદ છે – એ ખૂની છે, લોકોની હત્યા કરે છે અને પૂછતું પણ નથી. પણ એ વિલન નથી. એ એક ગ્રે કેરેક્ટર છે, જેની અંદર ઘણી બુરાઈઓ છે, પણ એ જ તેને ખાસ બનાવે છે.”ફિલ્મના લેખકો સિદ્ધાર્થ અને સુજોય ઘોષે આ પાત્રને ખૂબ પ્રેમથી રચ્યું છે. શાહરુખે કહ્યું કે, “આ પાત્રની લાઈનો પણ એટલી શાર્પ છે કે એ પોતે જ તેના સ્વભાવને દર્શાવે છે. એ પાત્ર દયાળુ નથી, પણ એમાં એક પ્રકારની માનવતા છુપાયેલી છે.”


શાહરુખે કહ્યું કે હવે તેઓ દર વર્ષે એક મોટી ફિલ્મ લાવવાનો પ્રયાસ કરશે, પણ ખૂબ ધ્યાનથી. “હું જાણું છું કે ફિલ્મ બનાવવી હવે વધુ મુશ્કેલ છે, પણ હું એવું કંઈ લાવું કે તમે નિરાશ ન થાઓ. ‘કિંગ’ એ એવી જ એક ફિલ્મ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version