Site icon

Shahrukh khan: મુકેશ અંબાણી એ રિલાયન્સ ના કર્મચારીઓ માટે કરેલી મ્યુઝિકલ નાઈટ ના કાર્યક્રમ માં શાહરુખ ખાને કર્યું એવું કામ કે લોકો થઇ ગયા ખુશ

Shahrukh khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ચાલુ જ છે. ગઈકાલે મુકેશ અંબાણી એ તેમના રિલાયન્સ ના કર્મચારી માટે એક મ્યુઝિકલ નાઈટ નું આયોજન કર્યું હતું, જેમાં શાહરૂખ ખાને ગુજરાતી માં વાત કરી ને લોકો ના દિલ જીતી લીધા હતા.

shahrukh khan speaks in gujarat at anant and radhika musical night organized by mukesh ambani for reliance employee

shahrukh khan speaks in gujarat at anant and radhika musical night organized by mukesh ambani for reliance employee

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન જામનગર માં કરવામાં આવ્યું હતું. આ ફંક્શન 3 થી 5 માર્ચ સુધી ચાલ્યા હતા. આ ફંક્શન માં બોલિવૂડ થી લઈને વિદેશી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ ત્રણ દિવસીય કાર્યક્રમ પત્યા બાદ બધા મહેમાનો પરત ફર્યા હતા. હવે મુકેશ અંબાણી એ રિલાયન્સ ના કર્મચારીઓ માટે એક મ્યુઝિકલ નાઈટ નું આયોજન કર્યું હતું જેમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ , અરિજિત સિંહ ફરી જામનગર આવ્યા હતા. આ ઇવેન્ટ માંથી શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન ગુજરાતી માં બોલતો જોવા મળે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Emraan Hashmi: કંગના રનૌત ના નેપોટિઝ્મ ના દાવા નો ઇમરાન હાશ્મી એ આપ્યો સણસણતો જવાબ, સાંભળીને તમને પણ લાગશે આંચકો

શાહરુખ ખાને કરી ગુજરાતી માં વાત 

શાહરુખ ખાન ના વાયરલ થઇ રહેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે તે સ્ટેજ પર જામનગર ના લોકો ને ગુજરાતી માં સંબોધી રહ્યો છે અને કહી રહ્યો છે કે,  “જામનગર, તબિયત એકદમ તબલાતોડ છે ને? તમે લોકો એ જમી લીધું કે નહીં? તમે લોકો બાઉ સારુ લાગે છે. પણ મેં શાહરૂખ હું, મુઝે યહાં જો લેડીઝ હૈ વો ઝ્યાદા સુંદર લગ રહી હૈ.”


મુકેશ અંબાણીએ સ્ટેજ પર લોકો સાથે અભિનેતાનો પરિચય કરાવ્યો હતો. તેણે કિંગ ખાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન શાહરુખ ખાન નીતા અંબાણી ને ગળે લગાવતો જોવા મળ્યો હતો. રાધિકા પણ સ્ટેજ પર એથનિક લુકમાં ખૂબ જ સુંદર જોવા મળી હતી.


તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન તેના પુરા પરિવાર સાથે અનંત અને રાધિકા ના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ ફંક્શન માં જામનગર પહોંચ્યો હતો. હવે વધુ એક વખત તે જામનગર આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version