Site icon

Shahrukh khan- Amitabh bachchan: 17 વર્ષ પછી ફરી સાથે આવશે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન, શું ડોન 3 સાથે છે કનેક્શન? જાણો સમગ્ર મામલો

શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. આ અંગે શાહરૂખ ખાને પ્રતિક્રિયા આપી છે.

shahrukh khan to share screen space with amitabh bachchan after 17 years

Shahrukh khan- Amitabh bachchan: 17 વર્ષ પછી ફરી સાથે આવશે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન, શું ડોન 3 સાથે છે કનેક્શન? જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની જોડી ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ બંનેની મુખ્ય ભૂમિકામાં બનેલી ફિલ્મ ‘મોહબ્બતેં’ લોકોને આજે પણ પસંદ છે. અને આ સિવાય ‘કભી ખુશી કભી ગમ’ શ્રેષ્ઠ પારિવારિક મૂવીઝમાંથી એક છે. પરંતુ આજે 2006 થી લોકોએ આ બંને સ્ટાર્સને મોટા પડદા પર એકસાથે જોયા નથી. આ બંનેને સાથે જોવાની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં કિંગ ખાન અને અમિતાભ બચ્ચન દોડતા જોવા મળ્યા હતા. આ પોસ્ટર પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે બંને ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. હવે ખુદ શાહરૂખ ખાને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને અમિતાભ બચ્ચન સાથેની તસવીર ઉપર આપી પ્રતિક્રિયા 

શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખ ખાનની આ ફિલ્મની રિલીઝ પહેલા એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન સાથે દોડતો જોવા મળી રહ્યો છે. આ તસવીર બાદ સમાચાર સામે આવ્યા બાદ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ‘ડોન 3’માં સાથે જોવા મળશે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર સમાચાર બહાર આવ્યા નથી. પરંતુ આ દરમિયાન શાહરૂખ ખાને વાયરલ તસવીરને લઈને પ્રતિક્રિયા આપી છે. શાહરૂખ ખાને Ask SRK સેશનમાં કહ્યું હતું કે ‘આટલા વર્ષો પછી અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સારું લાગ્યું. તેણે શૂટિંગમાં આવીને મને આશીર્વાદ પણ આપ્યા. આ સિવાય અમિતાભ બચ્ચને પણ મને રેસમાં હરાવ્યો હતો.’  એક સૂત્ર મુજબ, “એક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જ્યાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરશે. આ પ્રોજેક્ટને લગતા ઘણા સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ ટૂંક સમયમાં વધુ અપડેટ્સ અને સમાચારો સામે આવશે.

શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ 

શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની જોડી પણ ચાહકોને પસંદ આવી હતી. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન છેલ્લી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2006માં મોટા પડદા પર રિલીઝ થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે શું શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન 17 વર્ષ પછી જોરદાર જલસા કરવા જઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : jawan: શાહરૂખ ખાન ની ફિલ્મ રચશે ઈતિહાસ,આ ખાસ દરજ્જો મેળવાનર ‘જવાન’ બનશે દેશની પહેલી ફિલ્મ, જાણો વિગત

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version