News Continuous Bureau | Mumbai
Shahrukh khan Dunki:શાહરુખ ખાન માટે વર્ષ 2023 ખુબ સારું રહ્યું. આ વર્ષે શાહરુખ ખાન ની બે ફિલ્મો રિલીઝ થઇ છે જે સુપરહિટ સાબિત થઇ છે.હવે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ 22 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.. દરમિયાન, હવે સોશિયલ મીડિયા પર ફિલ્મની વાર્તાની કોપી પેસ્ટના અહેવાલો સામે આવી રહ્યા છે. ટ્વિટર પર એવી ચર્ચા ચાલી રહી છે કે રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓરિજિનલ કન્ટેન્ટ નહીં પણ રિમેક ફિલ્મ છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મની વાર્તા સાઉથની ફિલ્મ જેવી છે. શાહરૂખ ખાન આને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાના પર આવ્યો છે.
Headline – 1 – શાહરુખ ખાન ની ફિલ્મ છે સાઉથ ની ફિલ્મ ની કોપી
શાહરૂખ ખાનની ડંકીનું નિર્દેશન રાજકુમાર હિરાની કરી રહ્યા છે. આ અંગે બોક્સ ઓફિસ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું, “ડંકી– શાહરૂખ ખાનની આગામી મેગા બજેટ મૂવી. આ ફિલ્મ વાસ્તવમાં દુલકર સલમાનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘કોમરેડ ઇન અમેરિકા’ (CIA) ની બિનસત્તાવાર રિમેક છે અને આ રિમેક ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. પ્રભાસની જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ‘સલાર’ને ટક્કર આપશે.
#Dunki: The Upcoming Big-Budget film starring #ShahRukhKhan and Directed by #RajKumarHirani is an Unofficial Remake of Dulquer Salman’s Blockbuster Film #ComradeInAmerica.
This Movie is Set to Clash with #Prabhas‘s #Salaar on December 22, 2023. pic.twitter.com/vnJj8wIgXr
— Box Office India (@Box0fficeIndia) October 1, 2023
સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, “હમણાં જ મને ટીમના એક સભ્ય પાસેથી ખબર પડી કે ડંકી વાસ્તવમાં મલયાલમ ફિલ્મ CIAની સસ્તી રિમેક છે. કમસે કમ ફિલ્મના રાઇટ્સ ખરીદી ને રિમેક બનાવો. આટલી ચિપ ટ્રિક્સ ના રમો શાહરુખ ખાન.”
Just now came to know from a team. Member of #Dunki that it is a cheap freemake of Malayalam movie CIA
At least buy the rights of that movie and then remake the movie
don’t play such cheap tricks @/iamsrk pic.twitter.com/HoKpNkBf7C— Sagar (@SagarPrabhas141) October 1, 2023
સોશિયલ મીડિયા પર લોકો દ્વારા આવી જ ઘણી ટ્વિટ કરવામાં આવી છે જેમાં ડંકીને CIAની રિમેક ગણાવવામાં આવી રહી છે.એક તરફ, આ ફિલ્મ રિમેક છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તો બીજી તરફ, ટ્વિટર પર હેશ ટેગ #Dunki ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Raveena tandon: નો કિસિંગ પોલિસી વાળી રવીના ટંડન સાથે કંઈક એવું બન્યું કે થઇ ગઈ ઉલ્ટી, અભિનેત્રી એ જણાવ્યો કિસ્સો