Site icon

Shahrukh khan: શાહરુખ ખાને અલગ અંદાજ માં અમિતાભ બચ્ચન ને પાઠવી જન્મદિવસ ની શુભેચ્છા, સોશિયલ મીડિયા પર શેર કરી હૃદયસ્પર્શી નોટ

Shahrukh khan: શાહરુખ ખાને અમિતાભ બચ્ચનને તેમના 81માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એક સુંદર અને હૃદયસ્પર્શી સંદેશ લખ્યો હતો.

shahrukh khan warm birthday wish to amitabh bachchan

shahrukh khan warm birthday wish to amitabh bachchan

News Continuous Bureau | Mumbai

Shahrukh khan:11મી ઓક્ટોબરે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમનો 81 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.આ અવસર પર બોલ્લ્યુડ ના મહાનાયક ને દેશભરમાંથી ખૂબ અભિનંદન મળ્યા હતા. ચાહકોથી લઈને ફિલ્મ સેલિબ્રિટીઓએ શ્રી બચ્ચનને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરતા એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

Join Our WhatsApp Community

આ  સમાચાર પણ વાંચો : Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસ પર ચાહકો ને આપ્યું સરપ્રાઇઝ, વાયરલ વિડીયો માં આ લોકો એ ખેંચ્યું ધ્યાન

 

શાહરુખ ખાને અમિતાભ બચ્ચન માટે લખી ઈમોશનલ નોટ 

શાહરુખ ખાને તેના ટ્વીટર એકાઉન્ટ પર અમિતાભ બચ્ચનને તેમના 81માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક સુંદર અને હૃદય સ્પર્શી સંદેશ લખ્યો હતો. SRKએ લખ્યું, “આ કોઈ અઘરી દોડ નથી… જેઓ અઘરા રસ્તાઓ પર દોડે છે તે ટકી જાય છે. અને સાહેબ, તમે ઘણા મુશ્કેલ રસ્તાઓ પર દોડ્યા છો. છેલ્લા 30 વર્ષથી, હું તમારી આસપાસ રહું છું અને તમે જે હવામાં શ્વાસ લો છો તે જ હવામાં હું જે શ્વાસ લઈ રહ્યો છું… તે કોઈ આશીર્વાદથી ઓછું નથી. તમારા જન્મદિવસ પર તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… આગળ વધતા રહો અને અમને પ્રેરણા આપતા રહો. સાહેબ, તમે અને તમારું તે જિમ… બંને અદ્ભુત છે. લવ યુ!.”@sribachchan..”


કિંગ ખાનની આ પોસ્ટ પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય શાહરૂખે બિગ બી માટે જે પ્રેમ વ્યક્ત કર્યો છે તેના પર તેના ફેન્સ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ અને અમિતાભે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે જેમ કે કભી ખુશી કભી ગમ…, વીર-ઝારા, મોહબ્બતેં સામેલ છે.

Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત
Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ
Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Exit mobile version