News Continuous Bureau | Mumbai
Shahrukh khan Dhoom 4: વર્ષ 2023 માં શાહરુખ ખાને હેટ્રિક મારી છે. શાહરુખ ખાન ની ત્રણેય ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ છે. હાલ શાહરુખ ખાન ફિલ્મ ડંકી ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, કિંગ ખાનને યશ રાજ ફિલ્મ્સની આગામી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી ‘ધૂમ 4’ માં જોવા મળશે.મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતા આદિત્ય ચોપરાએ તેની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી ધૂમ 4 માટે કિંગ ખાનનો સંપર્ક કર્યો છે. એટલું જ નહીં, એવા પણ સમાચાર છે કે ધૂમ 4 માં અભિષેક બચ્ચનને પણ રિપ્લેસ કરવામાં આવનાર છે.
શાહરુખ ખાન ધૂમ 4 માં ભજવશે ચોર ની ભૂમિકા
મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ધૂમ 4 માં ચોર ની ભૂમિકા ભજવશે. તો ફિલ્મમાં અભિષેક બચ્ચન ની જગ્યા એ રામ ચરણ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે. જો કે, આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ધૂમ 4ને લઈને ઘણી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જે બાદ મનોરંજન જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યશ રાજ ફિલ્મ્સ દ્વારા રામ ચરણને પણ ફિલ્મ માટે ઓફર મોકલવામાં આવી છે. મેકર્સ આગામી દિવસોમાં તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે.
If not #DON3 Then #Dhoom4 is best choice 💥💥💥
According to close sources #ShahRukhKhan𓀠 liked the script and will sign in movie in jan 2024💥🔥
Shooting will begin in August 2024 🔥#RamCharan𓃵 may play COP in Dhoom Franchise Now.#Pathaan #Jawan #Dunki #King #RamCharan… pic.twitter.com/44o4s5tP9O
— ThalapathyVijay Army🥷 (@Srkians_Amit) December 27, 2023
તમને જણાવી દઈએ કે યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ વર્ષ 2004માં રિલીઝ થઇ હતી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, ઈશા દેઓલ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ વર્ષ 2006 માં ધૂમ 2 આવી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, રિતિક રોશન અને ઉદય ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. વર્ષ 2013 માં ધૂમ 3 આવી જેમાં અભિષેક બચ્ચન, આમિર ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.હવે એવું કહેવાય છે કે ધૂમ 4 નું શૂટિંગ વર્ષ 2024 માં શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂર ની મુશ્કેલી વધી, આ આરોપસર અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો