ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 નવેમ્બર, 2021
સોમવાર
કિંગ ખાનના ઘરે ‘મન્નત’ માં ખુશીની લહેર છે. છેવટે પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા. જેની દરેક લોકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ખુશી વ્યક્ત કરી રહ્યો છે. ઘણા દિવસો પછી ગૌરીનું વ્રત પણ ફળ્યું છે. જ્યાં દરેક આર્યનના જામીન પર ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.આર્યનને ડ્રગ્સ કેસને લઈને 3 અઠવાડિયા સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. પુત્રની મુક્તિ પછી, ‘મન્નત’ હવે ઉજવણી કરવા માટે તૈયાર છે. આ વખતે સેલિબ્રેશન માટે એક નહીં પરંતુ ત્રણ કારણ છે, પહેલું કારણ છે ‘દીકરાની રિલીઝ’, બીજું ‘કિંગ ખાનની બર્થ ડે’ અને ત્રીજું કારણ છે ‘આર્યનનો જન્મદિવસ’. પરંતુ તેમ છતાં કિંગ ખાન તેની તમામ પાર્ટીઓ સાદગીથી ઉજવશે.
તમને જણાવી દઈએ કે 2 નવેમ્બરે બોલિવૂડના બાદશાહનો જન્મદિવસ છે. તેમજ, પુત્ર આર્યનનો જન્મદિવસ 13 નવેમ્બરે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે કિંગ ખાન જન્મદિવસ તેમજ દિવાળી પાર્ટી સાદગીથી ઉજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાદશાહ ખાન ટૂંક સમયમાં તેની ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. કારણ કે તેમના પુત્રની ધરપકડના કારણે તેમનું તમામ કામ બંધ થઈ ગયું હતું. જે હવે ફરી શરૂ થવા જઈ રહ્યું છે. સાથે જ આર્યનની જામીનની તમામ શરતો પણ પૂરી કરવામાં આવશે.કદાચ આ બધા કારણોને લીધે કિંગ ખાન તેની તમામ પાર્ટીઓ એકદમ સાદગીથી કરશે.
આર્યન ખાન સાથે ડ્રગ્સ કેસના અન્ય બે આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન મળી ગયા છે. આ સમાચાર આવ્યા બાદ ચાહકો તેને ‘મન્નત’ ની બહાર ઉજવતા જોવા મળ્યા હતા. 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જે સાંભળીને બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે હવે આર્યનને જામીન મળી ગયા છે.