News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) એ ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે. આ સિરિયલ 2008માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ લાંબા સમય માં ઘણા લોકો આ શો છોડી ચુક્યા છે. દિશા વાકાણી, નેહા મહેતા, ગુરચરણ સિંહ જેવા નામ સામેલ છે. હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જેઠાલાલના મિત્ર એટલે કે દિલીપ જોશી ના પરમ મિત્ર શૈલેષ લોઢા (Shailesh Lodha quit TMKOC) એટલે કે તારક મહેતા પોતે શો છોડી રહ્યા છે. શો સાથે જોડાયેલા સૂત્રએ પણ આ અટકળોનું કારણ આપ્યું છે.
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (TMKOC popularity) લોકપ્રિયતા બાળકોથી લઈને વડીલો સુધી છે. લોકો તેના પાત્રોને ખૂબ પસંદ કરે છે. જ્યારે પણ કોઈ અભિનેતા શો છોડવાના સમાચાર આવે છે ત્યારે લોકોમાં નિરાશા જોવા મળે છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, શૈલેષ લોઢા (Shailesh lodha)એટલે કે તારકે શો છોડવાનું મન બનાવી લીધું છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે શૈલેષ લોઢા એક મહિનાથી આ શો માટે શૂટિંગ કરી રહ્યા નથી. શોમાં પાછા ફરવાની પણ તેની કોઈ યોજના નથી.
આ સમાચાર પણ વાંચો: અનુપમા સિરિયલ ની આ અભિનેત્રી એ સાઈન કરી ‘ખતરોં કે ખિલાડી 12’, હવે ખતરનાક સ્ટંટ કરતી મળશે જોવા
એવું કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ કોન્ટ્રાક્ટ થી ખુશ નથી. તેમને લાગે છે કે તેમની તારીખોનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી. તેમજ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ શોને કારણે, તે બીજું કંઈપણ કઈ પણ કરી શકતો નથી. તેને ઘણી ઑફર્સ મળી,(offers) જે તેને ઠુકરાવી પડી. હવે શૈલેષ તેના માર્ગમાં આવતી વધુ તકોને વેડફવા માંગતો નથી.શૈલેષ લોઢા (Shailesh Lodha quit the show) કવિ, અભિનેતા, હાસ્ય કલાકાર અને લેખક છે. તે ભૂતકાળમાં કપિલ શર્માના શો (Kapil sharma sjhow)માં પણ જોવા મળી ચૂક્યો છે.