News Continuous Bureau | Mumbai
Sharmila tagore: કોફી વિથ કરણ 8 માં દિગ્ગ્જ બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર તેના અભિનેતા પુત્ર સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. આ શો માં શર્મિલા ટાગોરે ઘણા ખુલાસા કર્યા હતા. પરંતુ અભિનેત્રી ના એક ખુલાસા એ કરણ જોહર ને પણ ચોંકાવી દીધો હતો. કરણ જોહર ના સવાલો ના જવાબ આપતા શર્મિલા ટાગોરે ખુલાસો કર્યો કે તેને કેન્સર હતું. જોકે હવે તેને કેન્સર સામે ની લડાઈ જીતી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Koffee with Karan 8: કોફી વિથ કરણ 8 માં શર્મિલા ટાગોરે કર્યા તેના પુત્ર ના અંગત જીવન વિશે ઘણા ખુલાસા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના છૂટાછેડા વિશે કહી આવી વાત
શર્મિલા ટાગોરે કર્યો તેને કેન્સર હોવાનો ખુલાસો
કોફી વિથ કરણ માં કરણ જોહરે કહ્યું કે, ‘મેં શર્મિલા જીને રોકી અને રાની કી પ્રેમ કહાની માં શબાના આઝમી દ્વારા ભજવેલી ભૂમિકાની ઓફર કરી હતી. તેણી મારી પ્રથમ પસંદગી હતી. તે સમયે તબિયતના કારણોસર તે હા કહી શકી ન હતી, પરંતુ મને અફસોસ છે કે હું તમારી સાથે કામ ન કરી શક્યો.જવાબ માં શર્મિલા ટાગોરે જણાવ્યું કે, ‘હું કોરોના મહામારી દરમિયાન જોખમ લેવા માંગતી નહોતી કારણ કે મેં રસી નહોતી લીધી અને કોવિડ તે સમયે ચરમસીમા પર હતો, પરંતુ અમને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો તેથી તેઓને રસી વિશે ખબર ન હતી, અમને રસી આપવામાં આવી ન હતી. તમે જાણો છો, (આ) મારા કેન્સર પછી હતું. તેથી જ મેં કોવિડની રસી લીધી નહોતી. જોકે શર્મિલા ટાગોરે કેન્સર સામેની પોતાની લડાઈ વિશે વધુ ખુલીને જણાવ્યું નથી.