Site icon

‘ઘણી વખત તેને સંભાળવું મુશ્કેલ બની જાય છે’, શત્રુઘ્ન સિંહાએ લગ્નેત્તર સંબંધો પર તોડ્યું મૌન

બોલિવૂડ સુપરસ્ટાર શત્રુઘ્ન સિન્હા દમદાર કલાકારોમાંથી એક છે અને તેણે પોતાની કારકિર્દીમાં નિર્ભય અને શક્તિશાળી ભૂમિકાઓ ભજવી છે. પરંતુ અભિનેતાએ વાસ્તવિક જીવનમાં તેનાથી પણ વધુ દમદાર કામ કર્યું છે. અભિનેતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન કબૂલાત કરી હતી કે તેણે પ્રેમમાં ભૂલો કરી હતી.

shatrughan sinha opens up about dumping wife poonam in arbaaz khan talk show

'ઘણી વખત તેને સંભાળવું મુશ્કેલ બની જાય છે', શત્રુઘ્ન સિંહાએ લગ્નેત્તર સંબંધો પર તોડ્યું મૌન

News Continuous Bureau | Mumbai

અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને તેની પત્ની પૂનમની લવસ્ટોરી ઘણી હદ સુધી ફિલ્મી છે. આ સાથે જેમ દરેક પ્રેમકથામાં પરીક્ષાનો એક સમય આવે છે, તેવી જ રીતે આ બંનેની વાર્તામાં પણ પરીક્ષાનો સમય આવ્યો હતો. જેનો ઉલ્લેખ કરતા શત્રુઘ્ન સિન્હાએ અરબાઝ ખાનના શો ધ ઇનવિઝિબલમાં ખુલાસો કર્યો હતો કે સ્ટારડમ તેના માથા પર કેવી રીતે ચડી ગયું.

Join Our WhatsApp Community

 

શત્રુઘ્ન સિન્હા એ કરી ખુલી ને વાત 

આ શોમાં પોતાના વિશે વાત કરતા અભિનેતા શત્રુઘ્ને કહ્યું, ‘આવું તોથવાનું જ હતું. અમારા ભાગ્યમાં શું લખ્યું છે તે અમને ખબર ન હતી. મને ખબર નહોતી કે હું અભિનયના પાઠ લઈશ, સંઘર્ષ કરીશ, સ્ટાર બનીશ અને એક દિવસ આ બધાની વચ્ચે… હા, અમે વાત કરવાનું બંધ કરી દીધું. આ મારો નિર્ણય હતો. આ તે સમયે હતો જ્યારે મારા જીવનમાં કંઈક બીજું થઈ રહ્યું હતું પરંતુ હું તેમાં જઈશ નહીં. મારી જ ભૂલ હતી, હું આ સંબંધમાંથી બહાર નીકળવાના બહાના શોધી રહ્યો હતો. એક દિવસ મેં પૂનમને કહ્યું- તું મારા માટે બહુ સારી છે, હું તારી સાથે નહીં રહી શકું.

 

શત્રુઘ્ન એ પોતાની ભૂલ સ્વીકારી 

વાતચીતને આગળ વધારતા શત્રુઘ્ન કહે છે, ‘તે સંપૂર્ણપણે મારી ભૂલ હતી. હું સ્ટારડમના ચક્કરમાં હતો. પહેલા મને લાગતું હતું કે કોઈ સ્ત્રીને મારામાં રસ નહીં હોય, પરંતુ જેમ-જેમ પરિસ્થિતિ બદલાઈ, મેં નિયંત્રણ ગુમાવ્યું. તે માનવ સ્વભાવ છે, મેં તેને એક રીતે છૂટાછેડા આપી દીધા. મેં તેની સાથેનો તમામ સંપર્ક સમાપ્ત કર્યો. પરંતુ મને ખબર પડી કે પૂનમ મને શોધી રહી છે અને મને મિસ કરી રહી છે. તેણે મારા સ્ટાફને મારી યોગ્ય કાળજી લેવાનું કહ્યું.જણાવી દઈએ કે તે સમયે શત્રુઘ્ન સિન્હા નું નામ રીના રોય સાથે જોડાયું હતું.

 

આ રીતે થઇ હતી બન્ને ની મુલાકાત 

શત્રુઘ્ને જણાવ્યું કે તે અને પૂનમ ટ્રેનમાં મળ્યા હતા. શત્રુઘ્ન તેની માતાને છોડીને ઘરે આવી રહ્યો હતો અને ભાવુક થઈ ગયો હતો. ત્યાં સામે પૂનમ બેઠી હતી. તેની માતાએ તેને ઠપકો આપ્યો તેથી તે પણ રડી રહી હતી. શત્રુઘ્ન કહે છે, ‘પૂનમ ખૂબ જ સુંદર હતી અને તેણે આટલી સુંદર છોકરી ક્યારેય જોઈ ન હતી’. મને ખ્યાલ નહોતો કે પટનામાં આટલી સુંદર છોકરી હોઈ શકે છે. તો બસ અહીંથી જ શત્રુઘ્ન ને પૂનમ ગમી ગઈ અને બંનેની લવ સ્ટોરી શરૂ થઈ.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version