ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં બોલીવૂડના મોટાભાગના કલાકારો આર્યન ખાનના સપોર્ટમાં ઉતર્યા હતા.
હવે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ આ મુદ્દા પર નિવેદન આપતા કહ્યું છે કે, હું ખુશ છું કે મારા ત્રણે બાળકો સોનાક્ષી, લવ અને કુશ ડ્રગ્સનું સેવન કરતા નથી.
શત્રુઘ્ન સિન્હાએ એવો પણ દાવો કર્યો કે, તેમણે તેમના સંતાનોને ક્યારેય ડ્રગ્સ લેતા કે તેના વિશે વાત કરતાં જોયા નથી.
પીઢ અભિનેતાએ એવી પણ સલાહ આપી કે બાળક ખોટી સંગતમાં ના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ અને દિવસનું ઓછામાં ઓછું એક ટંકનું ભોજન તેમની સાથે લેવું જોઈએ.