ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
કાંટા લગા ગર્લથી પ્રખ્યાત એક્ટ્રેસ ડાન્સર શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. અને અવાર નવાર તેની સુંદર પોસ્ટ શેર કરતી રહે છે. હવે તેની એક લેટેસ્ટ તસવીર ચર્ચામાં આવી છે જે વાયરલ થઇ રહી છે.
શેફાલી જરીવાલાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. આ તસવીરમાં શેફાલી સ્વિમસૂટમાં નજર આવે છે. અને તેણે પૂલમાં આ તસવીર ખેંચાવી છે. સ્વિમસૂટમાં નજર આવતી શેફાલી ઘણી જ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ લાગી રહી છે.
શેફાલીનાં આ બોલ્ડ અંદાજને તેનાં ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ ફોટો પર તેમને ખુબ બધી પ્રતિક્રિયા મળી રહી છે. તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ સૌ કોઇ તેની તસવીર પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ પહેલાં પણ શેફાલી ઘણી બધી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.
એક જમાનામાં કાંટા લગા ગીતથી પ્રખ્યાત શેફાલી જરીવાલાએ બિગ બોસની 13મી સિઝનમાં આવી ઘણી જ ચર્ચામાં રહી હતી.