Site icon

શું શહનાઝ ગિલના જીવનમાં પ્રેમે ફરી આપી દસ્તક – આ ટીવી હોસ્ટ ને ડેટ કરી રહી છે પંજાબની કેટરિના કૈફ

News Continuous Bureau | Mumbai

‘બિગ બોસ’ ફેમ શહનાઝ ગિલ(Shehnaz Gill) એકવાર ફરી ચર્ચામાં છે. હકીકતમાં શહનાઝ ગિલના જીવનમાં કોઈ સ્પેશિયલ વ્યક્તિ આવી ચુક્યો છે. શહનાઝના ફેન્સ માટે આ સમાચાર ખુશખબર સમાન છે. સિદ્ધાર્થના (Siddharth Shukla)ગયા બાદ શહનાઝ ગિલ એકલી પડી ગઈ હતી. તેવામાં તેના જીવનમાં આ નવા પ્રેમના સમાચાર ફેન્સ માટે ખુશીની વાત છે. બધા જાણે છે કે શહનાઝ ગિલને બિગ બોસ ૧૩(Bigg boss 13)માં દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે પ્રેમ થઈ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે બંને લગ્ન કરવાના હતા, પરંતુ સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન( થઈ ગયું હતું. હવે સમાચાર આવી રહ્યાં છે કે અભિનેત્રીને ફરી પ્રેમ થઈ ગયો છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ પ્રમાણે શહનાઝ ગિલ આ દિવસોમાં જાણીતા કોરિયોગ્રાફર રાઘવ જુયાલ (Raghav Juyal)ને ડેટ કરી રહી છે. હવે બંને નો સંબધ મિત્ર થી આગળ  વધી ચુક્યો છે. રિપોર્ટ અનુસાર બંને એકબીજાને ખુબ પસંદ કરવા લાગ્યા છે. જાણવા મળ્યું કે શહનાઝ અને રાઘવ એક સાથે ઋષિકેશ(Rishikesh) ફરવા પણ ગયા હતા. તેના ઋષિકેશના સમાચાર કેટલા સાચા છે તે વિશે સત્તાવાર કોઈ જાણકારી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર શહનાઝ ગિલ અને રાઘવની પહેલી મુલાકાત સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ (Kabhi Eid Kabhi Diwali)ના સેટ પર થઈ હતી. સલમાન ખાનની ફિલ્મમાં રાઘવ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સેટ પર રાઘવ અને શહનાઝ ગિલ વચ્ચે દોસ્તી થઈ અને હવે બંને પ્રેમમાં છે. 

આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હોશમાં ક્યારે આવશે- AIIMS તરફથી આવ્યા નવા અપડેટ- જાણો અહીં

તમને જણાવી દેઈએ કે, બિગ બોસ માં શહનાઝ ગિલ અને સિદ્ધાર્થની જાેડી ખુબ પસંદ કરવામાં આવતી હતી. સિદ્ધાર્થના નિધન બાદ શહનાઝને આ દુખમાંથી બહાર નિકળવામાં ઘણો સમય લાગ્યો હતો. આ  દરમિયાન અભિનેત્રી વ્યસ્ત(shooting) રહેતી હતી. સિદ્ધાર્થના ગયા બાદ શહનાઝ વર્કોહોલિક(workoholic) બની ગઈ હતી. તે પોતાના કરિયર પર વધુ ફોકસ કરી રહી છે. જલદી અભિનેત્રી સલમાન ખાનની ફિલ્મથી પોતાનું બૉલીવુડ માં (bollywood debut)પર્દાપણ કરવાની છે.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version