News Continuous Bureau | Mumbai
Shehzada dhami: થોડા સમય પહેલા સ્ટાર પ્લસ ની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને કાઢી મુકવામાં આવ્યા હતા. હવે યે રિશ્તા માંથી બહાર આવતા જ શહેજાદા ધામી ની કિસ્મત ચમકી છે.મીડિયા રિપોર્ટ મુજબ શહેજાદા ટૂંક સમયમાં નિયા શર્મા સાથે સુહાગન ચુડેલ નામના શોમાં જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસો થી એવી અફવાઓ ચાલી રહી છે કે તે કલર્સ શોમાં જોવા મળશે.ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી હતી કે શહેજાદા નાગિન 7માં જોવા મળશે. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે તે સુહાગન ચુડેલ નામના શોમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Madhuri dixit: ડાન્સ બાદ હવે પોતાની ગાયિકી થી લોકો ને ઘાયલ કરતી જોવા મળી માધુરી દીક્ષિત, ધક ધક ગર્લ ના પતિ શ્રીરામ નેને એ શેર કર્યો થ્રોબેક વિડીયો
નિયા શર્મા સાથે જોવા મળશે શહેજાદા ધામી
મીડિયા રિપોર્ટ મુજબ શહેજાદા ધામી ‘સુહાગન ચુડેલ ‘માં જોવા મળી શકે છે. આ શોમાં નિયા શર્મા જોવા મળશે. રિપોર્ટ્સ નું માનીએ તો નિયા શર્મા ‘સુહાગન ચૂડેલ માં ડાકણના રોલમાં જોવા મળી શકે છે. તેમજ, શોમાં શહેજાદા ધામી અને અભિનેત્રી દેબ ચંદ્રિમા વચ્ચે રોમાંસ જોવા મળી શકે છે. સિરિયલની વાર્તા ત્રણ પાત્રોની આસપાસ ફરતી જોવા મળશે. હાલમાં, આ સ્ટાર્સના નામ હજુ સુધી સંપૂર્ણ રીતે ફાઇનલ થયા નથી.