Site icon

‘શેરશાહ’ જોઈને ‘હર દિલ માંગેગા મૉર’ શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાને યાદ કરતાં આંસુ રોકાશે નહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ફિલ્મ શેરશાહની વાર્તા કારગિલ વૉરના હીરો શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાની જિંદગી પર આધારિત છે. ફિલ્મમાં વિક્રમની ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ભજવી છે. ફિલ્મ શેરશાહમાત્ર ભારતીય સેનાના કૅપ્ટન વિક્રમ બત્રાની સફર જ નથી દર્શાવતી, પણ તેમના અંગત જીવન ઉપર પણ પ્રકાશ પાડે છે. ફિલ્મમાં વિક્રમ બત્રાની લવ લાઇફ ડિમ્પલ ચીમાની ભૂમિકા કિયારા અડવાણીએ ભજવી છે. શેરશાહમાં તમે જોશો કે એક નાનું બાળક કેવી રીતે નક્કી કરે છે કે તે ભારતીય સેનાનો ભાગ બનશે અને કેવી રીતે ભારતીય સેનામાં જોડાયા બાદ તે દરેકના દિલ જીતી લે છે, પરંતુ દુશ્મનોને પણ ભોંયચાટતા કરી દે છે.

પારિતોષ અને કિંજલ ઘર છોડી દીધું, બા-બાપુજીનો પણ ઘર છોડવાનો નિર્ણય, અનુપમા પરિવારની એકતાને અકબંધ રાખવા શું કરશે? જાણો ‘અનુપમા’ના આવનારા એપિસોડ વિશે

શેરશાહતમને વિક્રમના જીવનની એ ક્ષણો બતાવે છે, જેના વિશે તમે ન તો વાંચ્યું હશે અને ન જોયું હશે. સેનામાં જોડાવાની મુસાફરીથી લઈને કૉલેજ જીવનની મજા સુધી અને 24 વર્ષની ઉંમરે પ્રથમ આર્મી મિશનને કમાન્ડ કરવા માટે કારગિલ યુદ્ધમાં બિંદુ 4875ના વિજય સુધી, તમને ફિલ્મમાં બધું જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દીને આ ફિલ્મ સાથે નવી છલાંગ મળશે. સિદ્ધાર્થે બત્રાનો વાસ્તવિક જીવનમાં રહેલા જુસ્સો અને આકર્ષણને ઑનસ્ક્રીન જાળવી રાખ્યાં છે. આ સાથે ફિલ્મનાં અન્ય તમામ પાત્રોએ પણ સારું કામ કર્યું છે. તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ તમને કૅપ્ટન વિક્રમ બત્રાના જીવનની એવી ક્ષણ બતાવે છે કે ક્યારેક તમે ઉત્સાહથી ભરાઈ જશો તો ક્યારેક તમારી આંખોમાંથી તમારાં આંસુ પણ અટકશે નહીં.

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version