Site icon

Shilpa Shetty: શિલ્પા શેટ્ટી ની મુશ્કેલી વધી, અભિનેત્રી ને કોર્ટમાંથી રાહત નહીં, છેતરપિંડી ના આરોપ માં કોર્ટે લગાવી આ રોક

બોલિવૂડ કપલ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ કપલ પર એક વ્યક્તિએ ₹60 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે, જેના કારણે કોર્ટે તેમના વિદેશ પ્રવાસ પર રોક લગાવી દીધી છે.

Shilpa Shetty શિલ્પા શેટ્ટી ની મુશ્કેલી વધી, અભિનેત્રી ને કોર્ટમાંથી રાહત નહીં

Shilpa Shetty શિલ્પા શેટ્ટી ની મુશ્કેલી વધી, અભિનેત્રી ને કોર્ટમાંથી રાહત નહીં

News Continuous Bureau | Mumbai 
Shilpa Shetty બોલિવૂડ કપલ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ કપલ પર એક વ્યક્તિએ ₹60 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટ તરફથી શિલ્પા શેટ્ટીને રાહત મળી નથી. શિલ્પાને દેશની બહાર કોલંબો જવાનું હતું, પરંતુ કોર્ટે તેમને તેની મંજૂરી આપી નથી.

વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ (LOC)

Shilpa Shetty શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ EOW (આર્થિક ગુના શાખા) એ LOC (લુક આઉટ સર્ક્યુલર) જારી કર્યું હતું. આ કારણે હવે બંને તપાસ એજન્સી અથવા કોર્ટની પરવાનગી વિના વિદેશ જઈ શકતા નથી. શિલ્પા શેટ્ટીના વકીલે કોર્ટમાં કહ્યું કે શિલ્પા શેટ્ટીને યુટ્યુબના એક ઇવેન્ટ માટે કોલંબો જવાનું છે. આ ઇવેન્ટ 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધીની છે.

Join Our WhatsApp Community

કોર્ટે કરી ટકોર

જ્યારે કોર્ટે વકીલને પૂછ્યું કે ‘શું તેમની પાસે કોઈ ઇન્વિટેશન છે?’ ત્યારે શિલ્પાના વકીલે કહ્યું કે જ્યાં સુધી મુસાફરી કરવાની મંજૂરી ન મળે ત્યાં સુધી ઇન્વિટેશન નહીં મળે, ફક્ત ફોન પર વાતચીત થઈ છે. આના પર કોર્ટે કહ્યું કે ‘પહેલા છેતરપિંડીના આરોપની ₹60 કરોડની રકમ જમા કરાવો, પછી આના પર વિચાર કરવામાં આવશે.’

આ સમાચાર પણ વાંચો : TTP: પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત, TTP એ લીધી હુમલાની જવાબદારી

શું છે સમગ્ર મામલો?

આ મામલાની આગામી સુનાવણી હવે 14 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે. આ કેસ એક બિઝનેસમેન ની ફરિયાદના આધારે ₹60 કરોડની છેતરપિંડીને લઈને નોંધવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે વર્ષ 2015 અને 2023ની વચ્ચે, તેમણે શેટ્ટી અને કુંદ્રાની પ્રમોટ કરેલી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વ્યવસાયના વિસ્તરણ માટે ₹60.48 કરોડનું રોકાણ કર્યું હતું.

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version