Shilpa Shetty Bastian Restaurant : શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાતા પહેલા ખિસ્સું તપાસજો! કિંમત જાણીને લોકોએ પૂછ્યું- ‘આમાં એવું તે શું ખાસ છે?’

Shilpa Shetty Bastian Restaurant : મુંબઈની લક્ઝરી રેસ્ટોરન્ટના વાયરલ બિલે સોશિયલ મીડિયા પર મચાવ્યો ખળભળાટ; 21,731 ના કુલ બિલમાં 950 ના નૂડલ્સ જોઈ નેટીઝન્સ ભડક્યા

by Zalak Parikh
Shilpa Shetty’s Restaurant ‘Bastian’ Under Fire: Viral Bill Shows Noodles for950; Netizens React to Expensive Menu

News Continuous Bureau | Mumbai

Shilpa Shetty Bastian Restaurant : અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માલિકીની રેસ્ટોરન્ટ ‘બાસ્ટિયન’ હંમેશા સેલેબ્રિટીઝના જમાવડા માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં આ રેસ્ટોરન્ટનું એક કથિત બિલ ઇન્ટરનેટ પર વાયરલ થયું છે, જેમાં ખાવાની વસ્તુઓના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એક નાનકડા નૂડલ્સના બાઉલની કિંમત  950 જોઈને લોકો સોશિયલ મીડિયા પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ બિલ મુંબઈના આઉટલેટનું હોવાનું કહેવાય છે, જોકે તેની સત્યતા વિશે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો

21,731 નું અધધ બિલ અને ટેક્સનો બોજ

વાયરલ થયેલા ફોટામાં જોઈ શકાય છે કે જમવાનું કુલ બિલ 21,731 આવ્યું છે. તેમાં માત્ર નૂડલ્સ જ નહીં, પરંતુ અન્ય વાનગીઓના ભાવ પણ ખૂબ ઊંચા છે. નેટીઝન્સ માત્ર વાનગીઓના ભાવ જ નહીં, પણ તેના પર લાગતા સર્વિસ ચાર્જ અને ટેક્સ જોઈને પણ હેરાન છે. ઘણા લોકોનું કહેવું છે કે ટેક્સને કારણે બિલની રકમ બમણી થઈ જાય છે. લોકો કમેન્ટમાં પૂછી રહ્યા છે કે શું આ નૂડલ્સ શિલ્પા શેટ્ટી પોતે પોતાના હાથે બનાવીને પીરસે છે કે આટલો ભાવ લેવાય છે?


સોશિયલ મીડિયા પર આ બિલને લઈને ઉગ્ર ચર્ચા જામી છે. કેટલાક યુઝર્સ ગુસ્સે થઈને લખી રહ્યા છે કે આવી મોંઘી રેસ્ટોરન્ટ્સ માત્ર હાઈ-પ્રોફાઈલ અને અમીર લોકો માટે જ છે, મિડલ ક્લાસ વ્યક્તિ ત્યાં જવાનું વિચારી પણ શકતી નથી. તો વળી કેટલાક યુઝર્સ મજાક ઉડાવતા કહી રહ્યા છે કે આટલા રૂપિયામાં તો આખા મહિનાનું કરિયાણું આવી જાય. શિલ્પા શેટ્ટીની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને બિઝનેસ મોડલ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ‘બાસ્ટિયન’ મુંબઈની સૌથી પોશ રેસ્ટોરન્ટ્સમાં ગણાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More