ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
19 સપ્ટેમ્બર 2020
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલામાં પોલીસ, સીબીઆઈ, ઇડી અને એનસીબી તેમની તપાસ ઝડપી કરી રહી છે. આવી સ્થિતિમાં કોર્ટમાંથી કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. અરજીની સુનાવણી કરતી વખતે બિહારની મુઝફ્ફરપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે બોલિવૂડની 8 મોટી હસ્તીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. કોર્ટે સલમાન ખાન, આદિત્ય ચોપરા, સાજીદ નડિયાદવાલા, કરણ જોહર, એકતા કપૂર, દિનેશ વિજયન, ભૂષણ કુમાર અને સંજય લીલા ભણસાલીને આગામી મહિને 7 ઓક્ટોબર ના રોજ પોતાને અથવા તેમના વકીલો વતી કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હુકમની તમામ નોટિસો જારી કરવામાં આવી છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે વકીલ સુધીર ઓઝાએ સલમાન ખાન સહિત 8 લોકો વિરુદ્ધ 17 જૂને મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેણે આરોપ લગાવ્યો હતો કે આ તમામ લોકોએ મળીને સુશાંતને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું. એડવોકેટ સુધીરે આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ તમામ હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
