કરણ જોહરે ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર ને બતાવ્યો બહાર નો રસ્તો, ‘ધડક 2’ માટે આ સ્ટાર્સ નો કરવામાં આવ્યો સંપર્ક!!

siddhant chaturvedi and tripti dimri may feature in movie dhadak 2

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સ ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું હતું . ‘ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રિમેક હતી. શશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ડેબ્યૂ ફિલ્મ લોકોને પસંદ આવી, જેના કારણે તે બોક્સ ઓફિસ પર હિટ થઈ. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધર્મા પ્રોડક્શન્સ ફિલ્મ ‘ધડક 2’ની તૈયારી કરી રહ્યું છે . આ ફિલ્મની સ્ટારકાસ્ટથી લઈને ડાયરેક્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

 

‘ધડક 2’માં આ કલાકારો ની એન્ટ્રી ની થઇ રહી છે ચર્ચા 

એક મીડિયા હાઉસ ના અહેવાલમાં એક સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મ ‘ધડક’માં એક પ્રેમકથા છે જેમાં મુખ્ય કલાકારો તેમના પ્રેમ માટે સમાજ સાથે લડી રહ્યા હતા. ઘણા વિષયો પર વિચાર કર્યા પછી, ફિલ્મ નિર્માતાએ આવા વિષયને લીલી ઝંડી આપી છે જે ધડક ની સિક્વલ બનવાને પાત્ર છે. ફિલ્મ ‘ધડક 2’માં સિદ્ધાંત ચતુર્વેદી  અને તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં હશે . આ ફિલ્મનું નિર્દેશન શાઝિયા ઈકબાલ કરશે અને આ તેની ડેબ્યુ ફિલ્મ હશે. સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી આ પ્રેમ કથાના કલાકારો સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ વિશે કોઈ માહિતી સામે આવી નથી. 

 

સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરી નું વર્ક ફ્રન્ટ 

લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘ધડક’ના લીડ સ્ટાર ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરને ફિલ્મ ‘ધડક 2’માંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ફિલ્મ ‘ધડક 2’માં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીનો એન્ટ્રી થઇ છે. જોકે, ફિલ્મ ‘ધડક 2’ને લઈને સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાંત ચતુર્વેદી છેલ્લે ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળ્યો હતો. હવે તે ફિલ્મ ‘યુધરા’ અને ફિલ્મ ‘ખો ગયે કહાં હમ’માં કામ કરતો જોવા મળશે. જ્યારે તૃપ્તિ ડિમરી છેલ્લે ફિલ્મ ‘કાલા’માં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘એનિમલ’ સિવાય રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં કામ કરતી જોવા મળશે.