Siddharth Aditi Rao Hydari Wedding :અદિતિ રાવ હૈદરીએ ચોરી ચોરી ચુપકે ચુપકે…કરી લીધા લગ્ન! 400 વર્ષ જૂના મંદિરમાં લીધાં સાત ફેરા, અહીં જુઓ તસવીરો..

Siddharth Aditi Rao Hydari Wedding :બોલિવૂડથી લઈને સાઉથ સુધી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરનાર અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ લગ્ન કરી લીધા છે. આ કપલે તેમના નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં વાનપર્થીના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા હતા.

Siddharth Aditi Rao Hydari Wedding Aditi Rao Hydari, Siddharth get married, actress shares first pics from the ceremony

News Continuous Bureau | Mumbai 

Siddharth Aditi Rao Hydari Wedding :બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસોથી લગ્નની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં જ તાપસી પન્નુએ ગુપ્ત રીતે લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. આ પછી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તે સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. 

Join Our WhatsApp Community

Siddharth Aditi Rao Hydari Wedding Aditi Rao Hydari, Siddharth get married, actress shares first pics from the ceremony

 

આ વર્ષે, અભિનેત્રીએ ગુપ્ત રીતે સગાઈ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા, ત્યારબાદ સતત એવી અટકળો હતી કે કપલે ગુપ્ત લગ્ન પણ કર્યા છે. આવી સ્થિતિમાં હવે અદિતિએ તેને ઓફિશિયલ કરી દીધું છે. તેણે સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે અને તેની પ્રથમ તસવીરો પણ શેર કરી છે.

Siddharth Aditi Rao Hydari Wedding :કપલ વચ્ચે અદભૂત બોન્ડિંગ અને કેમિસ્ટ્રી 

સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ 400 વર્ષ જૂના વાનપર્થી મંદિરના સાત ફેરા લીધા છે અને આ દંપતીએ પરંપરાગત દક્ષિણ ભારતીય રીતિ-રિવાજોથી લગ્ન કર્યા. ફેન્સ અને સેલેબ્સે અદિતિ અને સિદ્ધાર્થને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.  કપલ વચ્ચે બોન્ડિંગ અને કેમિસ્ટ્રી અદભૂત લાગે છે.

તેઓએ મંદિરમાં પરંપરાગત રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંને તસવીરોમાં રોમેન્ટિક જોવા મળી રહ્યા છે.  અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે પોતાનો અને સિદ્ધાર્થના કેટલાક લગ્નના ફોટો શેર કરતી વખતે કહ્યું તુમ મેરે સુજ હો, ચાંદ હો, તુમ્હી મેરે સિતારો હો.. 

Siddharth Aditi Rao Hydari Wedding :સિમ્પલ લુકમાં જોવા મળ્યું કપલ 

લગ્નની તસ્વીરોમાં બંન્ને સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ એ ગોલ્ડન કલરની સિમ્પલ સાડી પહેરી છે. સાથે નાકમાં નથ અને વાળમાં ગજરો નાંખ્યો છે. દુલ્હન સુંદર લાગી રહી છે. તો સિદ્ધાર્થ પણ સફેદ રંગની ધોતી અને કુર્તામાં જોવા મળી રહ્યો છે.

Siddharth Aditi Rao Hydari Wedding :અદિતિ અને સિદ્ધાર્થના આ બીજા લગ્ન

અદિતિ અને સિદ્ધાર્થના આ બીજા લગ્ન છે. અભિનેત્રીના પહેલા લગ્ન સત્યદીપ મિશ્રા સાથે થયા હતા. તેમના લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા. સિદ્ધાર્થનું તેની પહેલી પત્ની સાથેનું લગ્નજીવન પણ લાંબું ટકી શક્યું નહીં. 

 તેમના પ્રથમ લગ્ન તૂટ્યા પછી, અદિતિ-સિદ્ધાર્થને એકબીજામાં સાચો જીવનસાથી મળ્યો છે. જણાવી દઈએ કે, અદિતિ રાજવી પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ હૈદરાબાદના રાજવી પરિવારમાં થયો છે.

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version