News Continuous Bureau | Mumbai
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાશે. આ કપલ જેસલમેરના સૂર્યગઢ કિલ્લા માં લગ્ન કરી રહ્યા છે. સ્થળથી લઈને હોસ્પિટાલિટી સુધી બધું જ ખૂબ જ રોયલ રાખવામાં આવ્યું છે. એરપોર્ટથી લઈને સૂર્યગઢ કિલ્લા સુધી લગ્નની તૈયારી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, સોમવાર સુધી હલ્દી-મહેંદી અને સંગીત જેવા લગ્ન પહેલા ના તમામ ફંક્શન પૂર્ણ થઈ ગયા છે અને આજે મંગળવારે સિદ્ધાર્થ-કિયારા લગ્ન ના બંધનમાં બંધાઈ જશે. લગ્ન રાત્રિના મહેમાનો માટે રાત્રિભોજન માં 10 દેશોની 100 થી વધુ વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.
સિદ્ધાર્થ-કિયારાની સંગીત સેરેમની
સોમવારે રાત્રે સૂર્યગઢ કિલ્લો ગુલાબી પ્રકાશમાં ઝગમગતો જોવા મળ્યો હતો. સંગીત સમારોહમાં, કિયારા અડવાણી ના ભાઈ મિસાલે તેની બહેન માટે કોરિયોગ્રાફ કરેલું અને લખેલું ગીત રજૂ કર્યું. શાહિદ કપૂર અને કરણ જોહરે ‘ડોલા રે ડોલા’ ગીત પર પરફોર્મ કર્યું હતું. ડીજે ગણેશ ની ધૂન પર કિયારા અને સિદ્ધાર્થે ડાન્સ કર્યો હતો. અહેવાલ છે કે કિયારા અડવાણી ના પરિવારે ‘ગોરી નાલ’ અને ‘રંગ સારી’ ગીતો પર ખાસ પરફોર્મન્સ આપ્યું હતું.
સિદ્ધાર્થ ને કેટરીનાએ આપી હતી ફોર્ટમાં લગ્ન ની સલાહ
અહેવાલો અનુસાર, કેટરીના કૈફે તેના મિત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાને જેસલમેરની એક શાહી હવેલીમાં લગ્ન કરવાનું સૂચન કર્યું હતું. અહેવાલો અનુસાર, તેણીએ તેના નજીકના મિત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના સિક્સ સેન્સ પેલેસમાં લગ્ન કરવાનો અનુભવ શેર કર્યો, જે ખૂબ જ ખાસ હતો. તે જાણીતું છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બર 2021 ના રોજ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ પેલેસમાં થયા હતા.