Site icon

વિકી-કેટરિના બાદ હવે આ બોલિવૂડ કપલ ફેન્સને સરપ્રાઈઝ આપી શકે છે, જલ્દી બંધાઈ શકે છે લગ્ન ના બંધન માં! જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જો કે સિદ્ધાર્થ અને કિયારામાંથી કોઈએ હજુ સુધી જાહેરમાં તેમના સંબંધો ને સ્વીકાર્યા નથી, પરંતુ તેમના લિંકઅપના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટાર્સ આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાશે.

એક સૂત્રએ ન્યૂઝ  વેબસાઈટ ને જણાવ્યું કે, 'કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધો હજુ શરૂઆતના તબક્કામાં છે. એવું ન કહી શકાય કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ લોકો સારી રીતે જાણે છે કે કેવી રીતે કેટરિના કૈફ અને વિકી કૌશલે ફેન્સને ચોંકાવી દીધા. કદાચ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આવતા વર્ષ સુધીમાં તેમના ચાહકોને લગ્ન કરી ને મોટી ભેટ આપી શકે છે.અન્ય એક સ્ત્રોતે વેબસાઈટને જણાવ્યું કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષ સુધીમાં તેમના સંબંધોને સત્તાવાર બનાવી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, 'સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની જાહેરાત જલ્દી નહીં થાય પરંતુ બંને તેમના સંબંધો પર મહોર લગાવી શકે છે. બંને ઈન્ડસ્ટ્રીના યુવા કલાકારો છે અને એકબીજાને પસંદ કરે છે.

બોલિવૂડને વધુ એક ઝટકો, આ જાણીતા ફિલ્મ નિર્માતાની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે કરી ધરપકડ;  લાગ્યો આ આરોપ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ અને કિયારા ફિલ્મ 'શેર શાહ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થે  કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તેમજ, કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને IMDb પર પણ સૌથી વધુ રેટિંગ મળ્યું છે.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version