News Continuous Bureau | Mumbai
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન ચર્ચાનો વિષય બનેલા છે. બંને એ જેસલમેરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડ કપલના લગ્ન કોઈ સપનાથી ઓછા નથી. લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન્સ સૂર્યગઢ પેલેસમાં શરૂ થઈ ગયા છે અને કપલે તેમના લગ્નને યાદગાર બનાવવાનું આયોજન કર્યું છે. વરપક્ષ ના લોકો જેસલમેર પહોંચી ગયા છે અને લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના મેનુ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો સામે આવી છે.
સિદ્ધાર્થ-કિયારા ના લગ્ન નું મેનુ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની વિધિ ની તસવીરો સામે આવવા લાગી છે. લગ્ન રાજસ્થાનમાં હોવાથી મેનુ ખૂબ જ પરંપરાગત છે. લગ્નના મેનૂમાં સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓ જેમ કે દાલ બાટી ચુરમા અને બીજું ઘણું શામેલ છે. અહેવાલ છે કે મહેમાનોને 8 પ્રકારના ચુરમા, 5 પ્રકારની બાટી અને વધુ સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન પીરસવામાં આવશે. લગ્નમાં આવેલા મહેમાનો માટે અવધી વિશેષતા અને રોયલ રાજપૂતાના ભોજનની તૈયારીઓ કરવામાં આવી છે. તેમાં શિયાળાની રાજસ્થાની અને પંજાબી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈટાલિયન, ચાઈનીઝ, થાઈ અને કોરિયન ફૂડ કાઉન્ટર પણ થશે. લગ્નમાં 20 થી વધુ જાતની મીઠાઈઓ પણ હશે.લગ્નમાં મહેમાનોને 10 દેશોની 100 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે.પંજાબી છોકરા સિદ્ધાર્થે પંજાબ અને દિલ્હીથી આવેલા તેના મહેમાનોનું ખાસ ધ્યાન રાખ્યું છે અને તેમના માટે મસાલેદાર ભોજનની વ્યવસ્થા કરી છે.
સિદ્ધાર્થ-કિયારા ના મહેમાન માટે ખાસ આયોજન
અગાઉ, વેડિંગ લોકેશન પરથી સામે આવેલા વીડિયોમાં જણાવાયું હતું કે કેવી રીતે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લગ્નને કાર્નિવલમાં ફેરવી નાખ્યા છે. મહેમાનોના મનોરંજન માટે આકર્ષક વૈવિધ્યપૂર્ણ બંગડીના સ્ટોલ, લહેરિયા દુપટ્ટા-સાડીના સ્ટોલ, લાકડાના હસ્તકલા અને ઘણા વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે લોકનૃત્ય અને ગાયકો પણ મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો અત્યાર સુધી કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, અરમાન જૈન, મનીષ મલ્હોત્રા સહિતના ઘણા સ્ટાર્સ લગ્નમાં પહોંચ્યા છે. ઈશા અંબાણી પણ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હાજરી આપવા જેસલમેર પહોંચી ગઈ છે. તે કિયારા અડવાણીની સ્કૂલ ફ્રેન્ડ્સ છે.