News Continuous Bureau | Mumbai
Sidharth malhotra: કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ ને લોકો પસંદ કરી રહ્યા છે. આ શો માં અત્યાર સુધી રણવીર-દીપિકા, સાની દેઓલ-બોબી દેઓલ, સારા અલી ખાન- અનન્યા પાંડે, કરીના કપૂર-આલિયા ભટ્ટ કરણ ના સવાલો ના જવાબ આપતા જોવા મળી ચુક્યા છે. હવે આ શો ના આગળ મહેમાન વરુણ ધાવણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા છે. જેમાં બંને અભિનેતા ઘણા ખુલાસા જોવા મળ્યા હતા.
કોફી વિથ કરણ નો નવો પ્રોમો
કરણ જોહરે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન ધમાલ કરતા જોવા મળે છે. એક મીડિયા પોર્ટલ અનુસાર, શોના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન, જ્યારે કરણે સિદ્ધાર્થ ને પૂછ્યું કે તમે કિયારાને કયા ત્રણ નામથી બોલાવો છો. આના પર સિદ્ધાર્થ કહે છે, ‘લવ, કી એન્ડ બે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, 11 વર્ષ પહેલા, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા એ કરણ જોહર દ્વારા દિગ્દર્શિત સ્ટુડન્ટ ઑફ ધ યરથી તેમની એક્ટિંગ ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટે પણ બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર