News Continuous Bureau | Mumbai
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં ચર્ચામાં છે. બંનેના લગ્નને લઈને અનેક સમાચારો સામે આવી રહ્યા છે. તે જ સમયે, તેમના લગ્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 6 ફેબ્રુઆરીના રોજ નહીં થાય. કપલના લગ્નના તહેવારોની તારીખમાં કેટલાક ફેરફાર ના સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારા કયા દિવસે લગ્ન કરશે તેની માહિતી પણ સામે આવી છે.
કિયારા-સિદ્ધાર્થ ના લગ્ન સમારોહની તારીખોમાં કરવામાં આવેલ ફેરફાર
રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં કિયારા અને સિદ્ધાર્થના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, કિયારા અને સિદ્ધાર્થની હલ્દી અને સંગીતની વિધિ ના કાર્યક્રમ માં પણ ફેરફાર થયો છે. જો કે, હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, 5 ફેબ્રુઆરી એ મહેંદી ફંક્શન થશે. જ્યારે સંગીત અને હલ્દી નું કાર્ય 6 ફેબ્રુઆરી એ એટલે કે આજે રાખવામાં આવ્યું છે.
કિયારા-સિદ્ધાર્થ આ દિવસે લેશે સાત ફેરા
કિયારા અને સિદ્ધાર્થના લગ્નની તારીખની વાત કરીએ તો તેને 7 ફેબ્રુઆરીએ શિફ્ટ કરી દેવામાં આવી છે. મંગળવાર, 7 ફેબ્રુઆરીએ લગ્નની વિધિઓ પૂર્ણ થશે અને જેસલમેરના સેન્ડીઉન્સ માં ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે. એકંદરે, કાર્યમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. લગ્ન સંપન્ન થયા પછી, 8 ફેબ્રુઆરીએ, કપલ સૂર્યગઢ થી ચેક-આઉટ કરશે. આ સિવાય આ કપલ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં વેડિંગ રિસેપ્શન આપવા જઈ રહ્યું છે.તેમજ કપલ દિલ્હી માં પણ રિસેપ્શન નું આયોજન કર્યું છે. તમને જણાવી દઈએ કે, કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં હાજરી આપવા માટે અંબાણી પરિવાર થી લઈને બોલિવૂડ અને ટોલીવુડ ના ઘણા સ્ટાર્સ પણ જેસલમેર પહોંચ્યા છે. કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, શબીના ખાન જેવા સેલિબ્રિટી લગ્ન સ્થળ પર પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને પરિવારના ખૂબ જ નજીકના સભ્યો અને મિત્રો પણ આ લગ્નનો ભાગ બનશે.