ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ખરાબ સમાચાર આવ્યા છે. બોલિવૂડ સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. અનુરાધા પૌડવાલ બેકગ્રાઉન્ડ સિંગિંરની સાથે ભજન ગાયિકા પણ છે. પુત્ર આદિત્ય પૌડવાલના નિધનની ખબરથી પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. તે 35 વર્ષના હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ઘણા મહિનાથી તે બીમાર હતા. કિડનીની સમસ્યાને કારણે આદિત્ય પૌડવાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. આજે સવારે કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું હતું.
આદિત્ય પૌડવાલ તેની માતાની જેમ ભજન અને ભક્તિ ગીતો પણ ગાતા હતા. તે ઉપરાંત તેઓ મ્યુઝિક કમ્પોઝ પણ કરતા હતા. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે તે ફક્ત ભક્તિ ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેઓ એક સારા સંગીત નિર્દેશક પણ હતા. તેમનું નામ દેશના સૌથી યુવા સંગીત નિર્દેશકની શ્રેણીમાં 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'માં શામેલ છે.
