Site icon

મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ગાયક સોનુ નિગમ સાથે થઇ ધક્કા મુક્કી, ઉદ્ધવ જૂથના ધારાસભ્યના પુત્ર સામે કેસ દાખલ

આ ઘટના ચેમ્બુરમાં એક લાઈવ મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન બની હતી, જ્યાં સોનુ નિગમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે ચેમ્બુર ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો, જેમાં સોનુ નિગમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે સોનુ નિગમ પરફોર્મ કરીને પાછો જઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ સેલ્ફી લેવાનું શરૂ કરી દીધું હતું અને ધક્કા મુક્કી થઈ હતી. ત્યારબાદ સોનુ નિગમની ટીમનો એક વ્યક્તિ નીચે પડ્યો, તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.

Shiv Sena MLA and daughter apologized to Sonu Nigam, told what actually happened after the performance that night

પુત્રની ભૂલ પર શિવસેનાના ધારાસભ્યએ સિંગર સોનુ નિગમની માંગી માફી, જણાવ્યું કે તે રાત્રે પર્ફોમન્સ પછી આખરે થયું શું હતું..

News Continuous Bureau | Mumbai

સોનુ નિગમ સાથે મારપીટનો મામલો સામે આવી રહ્યો છે. લાઈવ શો દરમિયાન કેટલાક લોકોએ ગાયક સાથે મારપીટ કરી હતી. જેમાં તેના ગુરુ ના પુત્ર રબ્બાની ખાનને ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને બાદમાં ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, સોનુ નિગમે પણ ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આ મામલાની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને ધક્કા મુક્કી કરનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

 

જાણો શું છે સમગ્ર મામલો 

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગાર ત્યાં પરફોર્મ કરી રહ્યો હતો. આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક કરી અને પછી જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે તેણે પહેલા ગાયકના બોડીગાર્ડને ધક્કો માર્યો અને પછી સોનુને પણ ધક્કો માર્યો. જોકે, આ ઝપાઝપીમાં સોનુ નિગમ ના ગુરુ નો પુત્ર રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેને ઘણી ઈજાઓ થઈ હતી.મીડિયા એ આ મામલે  સોનુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતે આ ઘટનાથી આઘાતમાં છે, તેથી તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

સોનુ નિગમે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોડી રાત્રે સોનુ નિગમ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો.થોડા સમય પછી ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા.સોનુ નિગમની ફરિયાદના આધારે પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.આ મામલામાં ચેમ્બુર પોલીસે IPCની કલમ 341, 323, 337 હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વિડીયો થયો વાયરલ 

જોકે, સોનુ સાથેની આ ઘટના નો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષ સાથે જોડાયેલા કેટલાક લોકોએ સોનુ નિગમ પર સીડીઓ ઉતરતી વખતે હુમલો કર્યો હતો. બોડીગાર્ડ ના બચાવ ના કારણે સોનુ નિગમ તો બચી જાય છે,પરંતુ તેની ટીમના સભ્યો ઘાયલ થાય છે. આ પછી બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version