News Continuous Bureau | Mumbai
Singham again: રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ ની ફિલ્મ સિંઘમ અગેન ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ સિંઘમ ની સિક્વલ છે. સિંઘમ અગેન માં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અજય સિવાય આ ફિલ્મ માં રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. હવે તાજેતરમાં, નિર્માતાઓએ એક તસવીર શેર કરી ને જાહેરાત કરી છે કે ‘સૂર્યવંશી’ એટલે કે અક્ષય કુમાર પણ આ ફિલ્મમાં જોવા મળશે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મના નિર્માતાઓ તેને આવતા વર્ષે 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ કરવા જઈ રહ્યા છે.
સિંઘમ અગેન માં અક્ષય કુમાર ની એન્ટ્રી
નિર્માતા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં સુપરસ્ટાર અક્ષય કુમાર સૂર્યવંશીના અવતાર માં હેલિકોપ્ટરમાંથી ઉતરતો જોવા મળી રહ્યો છે. હવે અજય દેવગને સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી લખ્યું, ‘ના પાડી હતી તેમ છતાં મારો મિત્ર સૂર્યવંશી હેલિકોપ્ટરથી આવ્યો હતો.’ અક્ષય કુમાર ની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. જેના પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
Mana kiya tha phir bhi helicopter se hi aaya mera dost Sooryavanshi 😁#SinghamAgain @akshaykumar @ADFFilms @RSPicturez @jiostudios @RelianceEnt #Cinergy pic.twitter.com/W8Uup37b5Q
— Ajay Devgn (@ajaydevgn) November 5, 2023
તમને જણાવી દઈએ કે, રહિત શેટ્ટી ની ફિલ્મ સિંઘમ અગેન એ તેના કોપ યુનિવર્સ ની પાંચ મી ફિલ્મ છે. રોહિત શેટ્ટી એ તેના કોપ યુનિવર્સ ની શરૂઆત ફિલ્મ સિંઘમ થી કરી હતી. જેમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા માં હતો ત્યારબાદ ‘સિંઘમ રિટર્ન્સ’ આવી તેમાં પણ અજય દેવગન હતો. આ પછી ફિલ્મ ‘સિમ્બા’ આવી જેમાં રણવીર સિંહ સાથે બાજીરાવ સિંઘમનો શાનદાર કેમિયો પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અક્ષય કુમાર ની સૂર્યવંશી આવી જેમાં સિમ્બા અને સિંઘમ નો કેમિયો હતો. હવે રોહિત શેટ્ટી તેની કોપ યુનિવર્સ ની પાંચમી ફિલ્મ સિંઘમ અગેન લઇ ને આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ભેટ આપવાની સાથે સાથે અલગ અંદાજ માં આપી નેટફ્લિક્સ ને ધમકી, જુઓ ફની વિડીયો