News Continuous Bureau | Mumbai
Singham again: સિંઘમ થી કોપ યુનિવર્સ ની શરૂઆત કરનાર રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેન’ લાવી રહ્યા છે. રોહિત શેટ્ટી તેની આગામી ફિલ્મ ‘સિંઘમ 3’ના સ્ટાર્સના લુક્સ જાહેર કરી રહ્યો છે. ફિલ્મ ‘સિંઘમ 3’ના રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને અક્ષય કુમારના લુક્સ સામે આવ્યા છે. હવે ફિલ્મ ‘સિંઘમ અગેન’માંથી કરીના કપૂર ખાનનો લુક સામે આવ્યો છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.
સિંઘમ અગેન માં કરીના કપૂર નો લુક
રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ અગેન માં કરીના કપૂર ની એન્ટ્રી થઇ છે. ફિલ્મ ‘સિંઘમ 3’ના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરીના કપૂરનો લુક શેર કર્યો છે. આ લુક શેર કરતા રોહિત શેટ્ટી એ લખ્યું છે, ‘સિંઘમ પાછળની શક્તિને મળો… અવની બાજીરાવ સિંઘમ… અમે પહેલીવાર 2007માં સાથે કામ કર્યું હતું… અત્યાર સુધી 3 બ્લોકબસ્ટર – ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, સિંઘમ રિટર્ન્સ…. અને હવે અમે અમારા ચોથા પ્રોજેક્ટ…સિંઘમ અગેઇન પર કામ કરી રહ્યા છીએ. 16 વર્ષ લાંબો સહયોગ. કંઈ બદલાયું નથી, બેબો હજી પણ એવી જ છે, સરળ, મીઠી અને મહેનતુ.’
ચાહકોને કરીના કપૂરનો અદભૂત લુક પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી
