Singham again update: સિંઘમ અગેઇન માં હશે સાઉથ ના આ સુપરસ્ટાર નો કેમિયો! રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

Singham again update: સિંઘમ અગેઇન નું શૂટિંગ પૂરું થઇ ગયું છે તેવામાં રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ સામે આવી છે જેને જોતા એવું લાગે છે કે સાઉથ નો આ સુપરસ્ટાર અજય દેવગણ ની ફિલ્મ માં કેમિયો કરશે.

by Zalak Parikh
singham again update prabhas cameo in rohit shetty film

News Continuous Bureau | Mumbai

Singham again update: રોહિત શેટ્ટી ના નિર્દેશન માં બની રહેલી ફિલ્મ સિંઘમ અગેઇન નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. આ ફિલ્મ માં અજય દેવગણ, અર્જુન કપૂર, રણવીર સિંહ અને અક્ષય કુમાર જોવા મળશે. આ બધાની વચ્ચે રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ સામે આવી છે જેને જોતા એવું લાગે છે કે સાઉથ નો આ સુપરસ્ટાર અજય દેવગણ ની ફિલ્મ માં કેમિયો કરશે. 

આ સમાચાર પણ વાંચો: Tumbbad trailer: તુમ્બાડ નું રી રિલીઝ ટ્રેલર આવ્યું સામે, જાણો મોટા પડદા પર ક્યારે જોઈ શકશો સોહમ શાહ ની આઇકોનિક ફિલ્મ

સિંઘમ અગેઇન માં કેમિયો કરશે પ્રભાસ?

રોહિત શેટ્ટી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં પ્રભાસ ના કેમિયો નો સંકેત મળી રહ્યો છે. વીડિયોમાં ‘કલ્કી 2898 એડી’નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે અને એક સ્કોર્પિઓ ગાડી હવામાં ઉડી ને નીચે આવી રહી છે. રોહિત શેટ્ટી એ આ વિડીયો ની સાથે કેપશન માં લખ્યું, ‘આ હીરો વિના ‘સિંઘમ’ અધૂરી છે. આ કારમાં એક હીરો છે. તે દિવાળી પર તેમાંથી બહાર આવશે.’ . આ કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રભાસ આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. 

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)


મીડિયા રિપોર્ટ મુજબ પ્રભાસ ફિલ્મ સિંઘમ અગેઇન માં કેમિયો રોલ કરતો જોવા મળશે. તેમજ રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘સિંઘમ’ સિરીઝની આગામી ફિલ્મમાં પ્રભાસ હીરો તરીકે જોવા મળી શકે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More