Sky force trailer: દેશભક્તિના રંગ માં રંગાયો વીર પહાડીયા, દમદાર ડાયલોગ સાથે રિલીઝ થયું અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સ નું ટ્રેલર

ky force trailer: અક્ષય કુમાર અને વીર પહાડિયા ની ફિલ્મ સ્કાય ફોર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં દમદાર ડાયલોગ્સની સાથે ભરપૂર એક્શન પણ જોવા મળી રહ્યું છે.

by Zalak Parikh
sky force trailer release akshay kumar sara ali khan veer pahariya

News Continuous Bureau | Mumbai

Sky force trailer: અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર ની સાથે સારા અલી ખાન અને વીર પહાડિયા પણ છે. વીર પહાડીયા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ના ટ્રેલર માં દમદાર ડાયલોગ્સની સાથે ભરપૂર એક્શન પણ જોવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Allu arjun: અલ્લુ અર્જુન ના ડાન્સ મૂવ્સ એ જીત્યા ચાહકો ના દિલ, પુષ્પા 2 ના મેકર્સે રિલીઝ કર્યું ફિલ્મ નું ‘કાલી મહા કાલી’ ગીત

સ્કાય ફોર્સ નું ટ્રેલર થયું રિલીઝ 

સ્કાય ફોર્સ એ દેશભક્તિની ફિલ્મ છે. અક્ષય કુમાર બહાદુર આર્મી ઓફિસર ટાઈગર ની ભૂમિકામાં છે, જ્યારે વીર પહાડિયા સ્ક્વોડ્રન લીડર અજમદા બોપ્પાયા દેવયાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સારા અલી ખાન વીરની પત્નીનો રોલ કરી રહી છે. ટ્રેલર પરથી આખી વાર્તા લગભગ સ્પષ્ટ છે કે તે પાકિસ્તાન સામે બદલો લેવાની, એક આશાસ્પદ અધિકારીની ખોટ અને પછી તેના પરિવારની તે પીડા સાથે સંઘર્ષ કરવાની વાર્તા છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ કેવલાની અને અભિષેક અનિલ કપૂર દ્વારા કરવામાં આવ્યું છે 

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)


સ્કાય ફોર્સ પાકિસ્તાનના સરગોધા એરબેઝ પર ભારતના જવાબી હુમલા પર આધારિત છે. 1965માં ભારત અને પાકિસ્તાની વાયુ સેના વચ્ચે સીધો સંઘર્ષ થયો હતો. 6 સપ્ટેમ્બરે પાકિસ્તાને પઠાણકોટ અને હલવારા એરબેઝ પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાએ સરગોધા પર હુમલો કર્યો. તે સમયે સરગોધા એશિયાના સૌથી મજબૂત એરબેઝમાંનું એક માનવામાં આવતું હતું. આ પછી, ભારતીય પાયલોટે બીજા દિવસે હુમલો કર્યો અને પાકિસ્તાનના સૌથી સુરક્ષિત એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More