News Continuous Bureau | Mumbai
Somy ali on Salman khan: સોમી અલી હાલ ચર્ચામાં છે. સોમી તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન ને લઈને લાઈમલાઈટ માં આવી છે. તે સલમાન ખાન વિશે વાત કરતી રહે છે. સોમી અલી એ સલમાન ખાન ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોમી અલીએ સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે તેમજ તેને સલમાન ની તુલના લોરેન્સ બિશ્નોઇ સાથે પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Arjun and Malaika: શું ખરેખર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા નું થઇ ગયું છે બ્રેકઅપ? અભિનેતા એ જણાવી હકીકત
સોમી અલી એ સલમાન ખાન પર લગાવ્યો આરોપ
સોમી અલી એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને સલમાન ખાન ની ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું હતું જેમાં જવાબમાં તેને જણાવ્યું હતું કે, ‘સલમાન મારી સાથે જે રીતે વર્તન કર્યું છે, તે રીતે તેણે અન્ય કોઈ સાથે નથી કર્યું. સંગીતા અને કેટરિના ને સલમાને એટલી હેરાન નથી કરી જેટલી તેણે મને હેરાન કરી હતી. તેણે ઐશ્વર્યા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. મને લાગે છે કે તેણે ઐશ્વર્યાના ખભાનું હાડકું તોડી નાખ્યું હતું, પરંતુ, મને ખાતરી નથી કે તેણે કેટરિના સાથે શું કર્યું.’
Watch: Actress and Salman Khan’s ex-girlfriend Somy Ali, when asked ‘Why Salman is on good terms with his other girlfriends like Katrina and Sangeeta but not with Somi’ says, “More than anyone else, if anyone has been abused, it’s Somy Ali by Salman Khan. I have gone through such… pic.twitter.com/eZyYLe96fp
— IANS (@ians_india) October 29, 2024
આ ઉપરાંત સોમી એ સલમાન ખાન ની તુલના લોરેન્સ બિશ્નોઇ સાથે કરતા જણાવ્યું કે, ‘તેણે મારી સાથે જે પણ કર્યું, હું કહી શકું છું કે લોરેન્સ બિશ્નોઈ તેના કરતા સારો છે. તેણે એ પણ જણાવ્યું કે સલમાને તેને એકવાર માર માર્યો હતો અને તેના ઘરના નોકરે દરવાજો ખટખટાવ્યો હતો અને તેને ન મારવાની વિનંતી પણ કરી હતી. સોમીએ કહ્યું કે તબ્બુ પણ તેની હાલત જોઈને રડવા લાગી. તેણે એ પણ કહ્યું કે તેની માતા અને તેના નજીકના મિત્રો સિવાય, સલમાન સાથેના તેના વ્યવહાર વિશે કોઈને સંપૂર્ણ માહિતી નથી.આ સાથે જ સોમી એ જણાવ્યું કે તે સલમાન સાથેના તેના સંબંધો વિશે એક પુસ્તક લખી રહી છે, જેમાં બધું જ વિગતવાર જણાવવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)