ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી આ દિવસોમાં કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદની એક કોર્ટે સોનાક્ષી સિન્હા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ તેની સામે છેતરપિંડીના કેસમાં જારી કરવામાં આવ્યું છે.જણાવવામાં આવી રહ્યું છે કે મુરાદાબાદના એક વ્યક્તિ એ 2018માં સોનાક્ષી સિન્હા સહિત પાંચ લોકો વિરુદ્ધ મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશનમાં 37 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો,આ કેસમાં કોર્ટે પોલીસને સોનાક્ષી સિન્હાની ધરપકડ કરીને તેને 24 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે, આ કેસની આગામી સુનાવણી 24 એપ્રિલે થવાની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર એ વર્ષ 2018માં એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં સોનાક્ષી સિન્હાને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવી હતી, પરંતુ સોનાક્ષી સિન્હા ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી ન હતી, જેના પર ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે રિફંડ ની માંગણી કરી હતી. પરંતુ આરોપ છે કે સોનાક્ષી સિન્હાના મેનેજરે ઈવેન્ટ ઓર્ગેનાઈઝરને પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો.કહેવાય છે કે આ પછી પણ સોનાક્ષી સિન્હાનો અનેકવાર સંપર્ક કર્યા બાદ પણ જ્યારે પીડિત ને પૈસા ન મળ્યા તો તેણે કોર્ટમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
'બિગ બોસ OTT' વિનર દિવ્યા અગ્રવાલે વરુણ સૂદ સાથે કર્યું બ્રેકઅપ, પોસ્ટ શેર કરીને જણાવ્યું કારણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજ્ઞાન લેતા કોર્ટે સોનાક્ષી સિન્હા વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો, આ મામલામાં વચ્ચે એક વખત સોનાક્ષી સિન્હા પોતાનું નિવેદન નોંધવા મુરાદાબાદ આવી હતી. પરંતુ તેની સતત ગેરહાજરીને કારણે કોર્ટે હવે છેતરપિંડીના કેસમાં સોનાક્ષી સિન્હા વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે.જો કે આ મામલે સોનાક્ષી સિન્હા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.