News Continuous Bureau | Mumbai
Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સોનાક્ષી અને ઝહીર 23 જૂન ના રોજ લગ્ન કરવાના છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, સોનાક્ષીના પિતા શત્રુઘ્ન તેની દીકરી ના લગ્નને લઈને તેનાથી નારાજ છે અને તે લગ્નમાં નહીં જાય. હવે શત્રુઘ્ન સિન્હાએ પોતે આ અંગે મૌન તોડ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer: આ દિવસે થશે સોનાક્ષી અને ઝહીર ની હલ્દી સેરેમની! ફંક્શન માં માત્ર આટલા જ મહેમાનો આપશે હાજરી
સોનાક્ષી સિન્હા ના લગ્ન ને લઇને શત્રુઘ્ન સિન્હાએ કહી આવી વાત
શત્રુઘ્ન સિન્હા એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, “મને કહો, આ કોનું જીવન છે? આ મારી એકમાત્ર પુત્રીનું જીવન છે, જેના પર મને ગર્વ છે અને હું જેને ખૂબ પ્રેમ કરું છું. તે મને તેની શક્તિનો સ્તંભ કહે છે. હું ચોક્કસપણે લગ્નમાં જઈશ. હું કેમ ન જાઉં તેની ખુશી મારી ખુશી છે અને તેણીને તેના જીવનસાથી અને લગ્નની અન્ય વિગતો પસંદ કરવાનો અધિકાર છે.”
Shatrughan Sinha Reveals If He’ll Attend Daughter Sonakshi Sinha And Zaheer Iqbal’s Wedding: “Mind Your Own Business” – NDTV Movies https://t.co/skzMmx34nJ pic.twitter.com/b2nmnSvVTq
— Entertainment News (@1entertainment1) June 20, 2024
શત્રુઘ્ન સિન્હા એ આ ફેક ન્યૂઝ ફેલાવનારાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને તેમને સંબોધતા કહ્યું, ‘હું મારા ખાસ સંવાદ ‘ખામોશ’ થી તેમને સાવધાન કરવા માંગુ છું! તે તમારો કોઈ વ્યવસાય નથી. ફક્ત તમારા પોતાના કામ પર ધ્યાન આપો.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)