Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.

Sonam Kapoor Second Baby: સોનમ અને આનંદ આહુજાના ઘરે પારણું બંધાયું; મોટાભાઈ વાયુએ કર્યું નાના ભાઈનું સ્વાગત, સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ આપી રહ્યા છે વધામણી.

by Zalak Parikh
Sonam Kapoor and Anand Ahuja Welcome Their Second Child; Actress Gives Birth to a Baby Boy at 40

News Continuous Bureau | Mumbai

Sonam Kapoor Second Baby: બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનમ કપૂરના ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા બીજીવાર માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ એક પ્યારા પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર વાયુવેગે ઈન્ટરનેટ પર ફેલાતા જ કપૂર અને આહુજા પરિવાર પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ

સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ખુશખબર

સોનમ કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવુક પોસ્ટ શેર કરતા આ જાણકારી આપી છે. તેણે લખ્યું, “અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા હૃદય સાથે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ અમારા ઘરે એક નાનકડા પુત્રનું આગમન થયું છે.”તેણીએ વધુમાં ઉમેર્યું, “અમારો પરિવાર હવે મોટો થયો છે અને તેના આવવાથી અમારા હૃદય પણ સુંદર રીતે ભરાઈ ગયા છે. વાયુ તેના નાના ભાઈનું સ્વાગત કરીને ખૂબ જ ખુશ છે. અમે ભગવાનના આશીર્વાદ બદલ આભારી છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)


સોનમની આ પોસ્ટ પર કરીના કપૂર ખાને પ્રતિક્રિયા આપતા દંપતીને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત દિયા મિર્ઝા, સ્વરા ભાસ્કર અને હાલમાં જ માતા બનેલી પરિણીતી ચોપરાએ પણ સોનમ અને આનંદને આ નવા પ્રકરણ માટે શુભેચ્છાઓ આપી છે.સોનમ કપૂર અને આનંદ આહુજાએ ૮ મે ૨૦૧૮ના રોજ એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ ઓગસ્ટ ૨૦૨૨માં તેમણે તેમના પ્રથમ પુત્ર ‘વાયુ’નું દુનિયામાં સ્વાગત કર્યું હતું. હવે ૪ વર્ષ બાદ એટલે કે ૨૦૨૬માં આ કપલે તેમના બીજા પુત્રનું સ્વાગત કર્યું છે. ૪૦ વર્ષની ઉંમરે બીજીવાર માતા બનેલી સોનમ અત્યારે માતૃત્વનો આનંદ માણી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More