News Continuous Bureau | Mumbai
Sonam kapoor: સોનમ કપૂર બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર ની દીકરી છે. અનિલ કપૂર હાલ તેમની ફિલ્મ એનિમલ અને ફાઈટર ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. અનિલ કપૂરે પોતાની એક્ટિંગ થી લોકો ના દિલ જીતી લીધા છે. અભિનય ઉપરાંત અનિલ કપૂર તેના ફિટનેસ અને લુક માટે પણ જાણીતો છે. અનિલ કપૂર ના દેખાવ ને જોઈને જોઈને લોકો માટે તેની ઉંમરનો સાચો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. તાજેતરમાં જ અભિનેત્રી અને અનિલ કપૂર ની દીકરી સોનમ કપૂરે તેના પિતાના હેન્ડસમ લુક અને ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડિઝ પ્રત્યે પોતાની દિલ ની વાત વ્યક્ત કરતા સુકેશ ચંદ્રશેખરે ફરી લખ્યો લવ લેટર, જાણો મહાઠગ એ પત્ર માં શું લખ્યું છે
સોનમ કપૂરે ખોલ્યું તેના પિતા ના ફિટનેસ નું રહસ્ય
તાજેતર માં સોનમ કપૂરે એક ઇવેન્ટ માં ભાગ લીધો હતો આ દરમિયાન સોનમે તેના પિતા ના ફિટનેસ નું રહસ્ય ખોલ્યું હતું. સોનમે જણાવ્યું કે,’ મારા પિતા ન તો દારૂ પીવે છે, ન ધૂમ્રપાન કે ન તો બીજું કંઈ. બોની ચાચુને ખાવાનું પસંદ છે. ક્યારેક તે પીવે છે. સંજય ચાચુ મધ્યમ સ્વભાવ ના છે. પરંતુ આ ત્રણેય સારા દેખાતા સ્વસ્થ લોકો છે.’ આ ઉપરાંત સોનમે તેના પિતા અનિલ કપૂરના યુવાન દેખાવ નો શ્રેય તેની માતાને આપ્યો. સોનમે કહ્યું, ‘મને યાદ છે કે મારી માતાએ મુંબઈમાં પહેલો પર્સનલ ટ્રેનિંગ જીમ શરૂ કર્યો હતો. તે ઘણા વર્ષો પહેલા શરૂ થયું હતું. તે મારી માતા છે જે શરૂઆતથી ખૂબ જ સ્વસ્થ છે. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન હતી પપ્પા ક્યારેક આ બધી બાબતોને નજરઅંદાજ કરે છે, પરંતુ માતા એક સારી પત્નીની જેમ તેમને નિયંત્રિત કરે છે.’
 
			         
			         
                                                        