Sonu nigam: અયોધ્યાવાસીઓ માટે આવું નિવેદન આપી ફસાયો સોનુ નિગમ, શું ખરેખર ગાયકે કહી હતી આવી વાત? જાણો શું છે હકીકત

Sonu nigam: લોકસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ ના ફૈઝાબાદ સીટ પર ભાજપ ની હાર બાદ સોનુ નિગમે એક નિવેદન આપ્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે. લોકો સોનુ નિગમ ની આલોચના કરી રહ્યા છે તો ચાલો જાણીયે શું ખરેખર સોનુ નિગમે આ નિવેદન આપ્યું હતું.

by Zalak Parikh
sonu nigam post over ayodhya people not supported bjp know what is the truth

News Continuous Bureau | Mumbai

 Sonu nigam: લોકસભા ચૂંટણી માં ઉત્તર પ્રદેશ ના ફૈઝાબાદ સીટ પર ભાજપ ની હાર થઇ છે. રામમંદિર નું નિર્માણ  લોકો ને એવું લાગતું હતું કે આ સીટ પર ભાજપ જ જીતશે પરંતુ એવું થયું નહીં રામમંદિર પણ ભાજપ ને બચાવી શક્યું નહીં. આ દરમિયાન, એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું હતું જેમાં ગાયક સોનુ નિગમે અયોધ્યાવાસીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તો ચાલો જાણીયે શું ખરેખર સોનુ નિગમે આ નિવેદન આપ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા ની ભૂમિકા નહોતો ભજવવા માંગતો સચિન શ્રોફ, એનિમલ ફેમ આ અભિનેતા ના કહેવા પર કર્યો તારક મહેતા નો રોલ

સોનુ નિગમ નું ટ્વીટ 

જે ટ્વીટ વાયરલ થઇ રહ્યું હતું તે એકાઉન્ટ સોનુ નિગમ સિંહ ના નામ નું હતું તેને ટ્વીટ માં લખ્યું કે,’જે સરકારે આખી અયોધ્યાને રોશન કરી, નવું એરપોર્ટ આપ્યું, રેલ્વે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિર બનાવ્યું, આખે આખી મંદિરની અર્થવ્યવસ્થા બનાવી અને તે પાર્ટી ને અયોધ્યા સીટ પર જીત માટે સંઘર્ષ કરવો પડ્યો શરમજનક છે અયોધ્યાવાસીઓ!


આ ટ્વીટ સામે આવ્યા બાદ બધાને વાવું લાગ્યું કે આ ટ્વીટ ગાયક સોનુ નિગમે કર્યું છે પરંતુ હકીકત માં એવું નથી આ ટ્વીટ સોનુ નિગમ સિંહનું છે જે વકીલ છે. આ પ્રોફાઇલને ગાયક સોનુ નિગમ સાથે કોઈ લેવાદેવા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More