Site icon

બોલિવૂડની પંગા કવિન કંગનાએ ફરી એક વાર મહારાષ્ટ્ર સરકાર પર સાધ્યું નિશાન, ટ્વિટર પર લખી આ વાત…જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

28 ઓક્ટોબર 2020

બોલિવૂડની પંગા કવિન કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં પણ બેફામ છે. થોડા સમય અગાઉ બીએમસીએ કંગનાની મુંબઈ ખાતેની ઓફિસનું બાંધકામ ગેરકાયદે છે તેમ કહીને તોડક કાયર્વાહી કરી હતી. આ મામલે કંગનાએ ફરી એક વાર મહારાષ્ટ્ર સરકારને નિશાન પર લીધી છે.

અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ,કોર્પોરેશને મારી ઓફિસમાં ગેરકાયદે તોડફોડ કરીને વકીલ પાછળ અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. એક છોકરીને પરેશાન કરવા માટે પ્રજાના આટલા રૂપિયા બરબાદ કરી નાખવામાં આવ્યા છે. આજે મહારાષ્ટ્ર રાજ્ય ક્યાં પહોંચી ગયું છે. આ કમનસીબ બાબત છે.’

નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ કંગનાએ જ બોલિવૂડમાં વિરોધ કરીને ટોચની હસ્તીઓને સકંજામાં લીધી હતી. તેના બેફામ વલણને કારણે જ સુશાંત અંગે ઘણી વાતો બહાર આવી હતી અને અંતે સરકારે આ કેસ  સીબીઆઈને સોંપ્યો પડ્યો હતો. 14મી જૂને સુશાંતે આત્મ હત્યા કરી ત્યાર બાદ તો તેને સીધે સીધી આત્મ હત્યામાં જ ખપાવી દેવામાં આવી હતી પરંતુ કંગના સહિતના લોકોના વિરોધ બાદ તે આત્મ હત્યા છે કે હત્યા તેની તપાસ થઈ હતી. આ મામલે કંગનાએ બોલિવૂડમાં નેપોટિઝમનો આક્ષેપ પણ મૂક્યો હતો.

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version