Site icon

શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રી ફરી આવી ચર્ચામાં, આ કેસમાં ફસાવવાથી અભિનેત્રી થઇ ગુસ્સે

એક નિવૃત્ત પાકિસ્તાની લશ્કરી અધિકારી અને યુટ્યુબરે આરોપ લગાવ્યો છે કે દેશની શક્તિશાળી સંસ્થા દ્વારા કેટલીક અભિનેત્રીઓનો હની ટ્રેપ માટે ઉપયોગ કરવામાં આવે છે.

sridevi onscreen daughter sajal aly angry over her name in honey trap case

શ્રીદેવીની ઓનસ્ક્રીન પુત્રી ફરી આવી ચર્ચામાં, આ કેસમાં ફસાવવાથી અભિનેત્રી થઇ ગુસ્સે

News Continuous Bureau | Mumbai

ફિલ્મ મોમમાં શ્રીદેવીની ( sridevi ) દીકરીનો રોલ ( onscreen daughter ) કરનાર સજલ અલી ( sajal aly ) ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે તેનું નામ પાકિસ્તાન હની ટ્રેપ વિવાદમાં ખેંચાઈ રહ્યું છે. પાકિસ્તાની સેનાના એક નિવૃત્ત અધિકારીએ દાવો કર્યો છે કે સજલ અલી સહિત ઘણી પાકિસ્તાની અભિનેત્રીઓનો ઉપયોગ પાકિસ્તાની સેના હની ટ્રેપ ( honey trap case ) માટે કરે છે.

Join Our WhatsApp Community

સજલ અલી એ આપ્યો જવાબ

સજલ અલીએ આવી વાતોને બકવાસ ગણાવી છે અને પાકિસ્તાની સેનાના નિવૃત્ત અધિકારી મેજર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે.પોતાનું દર્દ વ્યક્ત કરતાં સેજલ અલીએ એમ પણ કહ્યું કે હવે આ દેશ ખરાબ થઈ રહ્યો છે. અહીં કોઈ પણ છોકરીના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવો સામાન્ય બની ગયું છે.

આ સમાચાર પણ વાંચો : ઐશ્વર્યા રાયઃ દીકરી આરાધ્યાનો હાથ પકડીને ચાલવા બદલ ઐશ્વર્યા ફરી ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- પગમાં લાગે છે.

સજલ અલી પાકિસ્તાની મનોરંજન ઉદ્યોગનું જાણીતું નામ છે. તેણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.સજલ અલીનો જન્મ 17 જાન્યુઆરી 1994ના રોજ લાહોરમાં થયો હતો. સજલ અલીએ 2009માં જિયો ટીવીના કોમેડી ડ્રામા નાદનિયાંથી અભિનયની શરૂઆત કરી હતી.સજલ અલીને ટીવી સીરિયલ મહેમુદાબાદ કી માલકીંથી વાસ્તવિક ઓળખ મળી હતી. આ સિરિયલે તેને ઘર-ઘર લોકપ્રિય બનાવી. બાદમાં તે યકીન કા સફર અને યે દિલ મેરા જેવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.સજલ અલીએ શ્રીદેવી સાથે બોલિવૂડ ફિલ્મ મોમમાં પણ કામ કર્યું હતું. સજલ મોમમાં શ્રીદેવીની દીકરીના રોલમાં જોવા મળી હતી. ,

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version