Site icon

બોની કપૂર પહેલા આ દિગ્ગજ ખેલાડી સાથે લગ્ન કરવા જઈ રહી હતી શ્રીદેવી-આ રીતે બગડ્યો હતો મામલો

News Continuous Bureau | Mumbai

હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તે યાદીમાં શ્રીદેવીનું (Sridevi)નામ સૌથી ઉપર આવે છે. તેમના અભિનય, નૃત્ય(dancer) અને સુંદરતાના કારણે શ્રીદેવીને હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર(female superstar) કહેવામાં આવતી હતી. તેમની એક ઝલકના લાખો ચાહકો હતા અને જ્યારે 54 વર્ષની વયે તેમનું નિધન(sudden death) થયું ત્યારે લાખો દિલ તૂટી ગયા હતા. આજે શ્રીદેવી આપણી સાથે નથી પરંતુ તે હંમેશા આપણા દિલમાં જીવશે. શ્રીદેવીએ વર્ષ 1996માં પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર(Producer) બોની કપૂર સાથે લગ્ન(marriage) કર્યા હતા.

Join Our WhatsApp Community

એવું કહેવાય છે કે બોની કપૂર પહેલા શ્રીદેવીએ ટેનિસ ખેલાડી(tennis player) વિજય અમૃતરાજને ડેટ(Vijay Amrutraj date) કરી હતી અને તેમના અફેરની(affair) ઘણી ચર્ચાઓ થઈ હતી. થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ તેમના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. કહેવાય છે કે બંને લગ્ન કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ શ્રીદેવીએ તેમને ફગાવી દીધા.શ્રીદેવીનું નામ ઘણા સ્ટાર્સ(stars) સાથે જોડાયેલું છે. જીતેન્દ્ર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો સાથે તેના અફેરની ચર્ચાઓ પણ સામાન્ય હતી. મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે તેણે મિથુન ચક્રવર્તી સાથે પણ ગુપ્ત રીતે લગ્ન(secret marriage) કર્યા હતા, જોકે આ વાતની ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી. તેમના સંબંધોને લઈને ઘણા સમાચાર આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ

શ્રીદેવી એક એવી અભિનેત્રી હતી જેણે અભિનયથી પોતાની ઓળખ બનાવી હતી. તે એક અદ્ભુત અભિનેત્રી  હોવાની સાથે સાથે અદ્ભુત નૃત્યાંગના(dancer) પણ હતી. શ્રીદેવીએ વર્ષ 1996માં પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની કપૂર શ્રીદેવી થી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમને ‘મિસ્ટર ઈન્ડિયા’ (Mr. India)ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે શ્રીદેવી ને કાસ્ટ કરી હતી. તે સમયે શ્રીદેવીએ 10 લાખ રૂપિયા ફી માંગી હતી, જે બોનીએ હસતા હસતા આપી દીધી હતી.

Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો
Salman-Aishwarya Hit Song Controversy: જે ગીત પર તમે વર્ષો સુધી ઝૂમ્યા, તે નીકળ્યું હોલીવુડની કોપી! સલમાન-ઐશ્વર્યાના ‘આઇકોનિક’ સોન્ગ પર લાગ્યો ધૂન ચોરીનો આરોપ
Who is Medha Rana: ‘બોર્ડર 2’ માં વરુણ ધવનની હિરોઈન તરીકે પસંદ થઈ મેધા રાણા; જાણો આ ગ્લેમરસ અભિનેત્રીનો રિયલ લાઈફ ‘ફૌજી’ પરિવાર સાથેનો સંબંધ
Exit mobile version