ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
અભિનેત્રી પોતાને પ્રખ્યાત બનાવવા માટે ફોટોશૂટ કરાવે છે. ઘણી વખત તેના ટૉપલેટ અને ન્યૂડ ફોટોશૂટની તસવીરો પણ ચર્ચામાં આવી છે. દરમિયાન જાણીતી ટીવી અભિનેત્રીએ પોતાની બોલ્ડનેસ સામે બધાને પાછળ છોડી દીધા. આ બીજું કોઈ નહીં પણ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સૃષ્ટિ રોડે છે. સૃષ્ટિની આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુ ને વધુ વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા બાદ ચાહકો તેને ટ્રૉલ કરી રહ્યા છે.
ટીવી અભિનેત્રી સૃષ્ટિ રોડે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર તેના તાજેતરના ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તેણે હૉટનેસની હદ વટાવી દીધી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે સૃષ્ટિ રોડે ટૅરેસ પર કોઈ પણ કપડાં વગર પડેલી જોવા મળે છે. તેણે માત્ર સફેદ રંગની રજાઈથી પોતાની જાતને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેને એ સંપૂર્ણપણે આવરી શકી નથી. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ તસવીરો શૅર કરતાં સૃષ્ટિ રોડેએ લખ્યું, ‘હું આ રીતે જાગી છું.’
સૃષ્ટિ રોડેની આ બોલ્ડ તસવીરો પર ચાહકોની મિશ્ર પ્રતિક્રિયાઓ છે. ઘણા ચાહકો તેના આ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે. આવી તસવીરો પોસ્ટ કરવા માટે ઘણા તેને ટ્રૉલ કરી રહ્યા છે અને પૂછે છે કે શું તું કપડાં વગર છે? ઘણાએ લખ્યું, બેડ મળ્યો નથી. એકે લખ્યું છે, માલદીવમાં ગોવા ગરમી. અત્યાર સુધી આ તસવીરોને લાખો વ્યૂ મળ્યા છે.
સૃષ્ટિ રોડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો 2007માં તેણે 'કુછ ઐસા' સિરિયલમાં કેમિયોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શો બાદ તેણે 'ઇશ્ક હાય', 'છોટી બહુ', 'શોભા સોમનાથ કી', 'ચલતી કા નામ ગાડી', 'સરસ્વતીચંદ્ર' અને 'ઇશ્કબાઝ' જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. 2018માં પણ તે ‘બિગ બૉસ 12’માં જોવા મળી હતી.
અનન્યા પાંડે શાહરુખ ખાનને માને છે પોતાના બીજા પિતા, આર્યન ખાન સાથે છે આ સંબંધ; જાણો વિગત