શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ બે ધુરંધર નિર્માતા-નિર્દેશક સાથે જોવા મળશે શો કોફી વિથ કરણ માં-કરણ જોહરે આપ્યું આમંત્રણ

News Continuous Bureau | Mumbai

કરણ જોહર તેના ચેટ શોના કારણે ચર્ચામાં રહે છે. 'કોફી વિથ કરણ'ની (Koffee with Karan)નવી સીઝન સાથે, કરણ ઇન્ડસ્ટ્રીની ગપસપ અને સ્ટાર્સ સાથે તેમના વિશે વાત કરતો જોવા મળે છે. સાતમી સિઝનના માત્ર ત્રણ એપિસોડ આવ્યા છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે નવા એપિસોડ માટે, કરણ જોહરે સંજય લીલા ભણસાલી અને એસએસ રાજામૌલીને આમંત્રણ (invitation)આપ્યું છે.

વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહર ઇચ્છે છે કે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)અને એસએસ રાજામૌલી(SS Rajamouli) તેના ચેટ શોમાં સાથે આવે. આ માટે તેણે બંને દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓને આમંત્રિત કર્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. તે જ સમયે, કરણ તેના રેપિડ ફાયર રાઉન્ડની તૈયારી કરી રહ્યો છે. તે બંને દિગ્ગજો વિશે ગહન સંશોધન કરીને 'પ્રશ્ન' (question)તૈયાર કરી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંજય લીલા ભણસાલી અને રાજામૌલીને શોમાં એકસાથે લેવામાં પણ મુશ્કેલી છે. સંજય લીલા ભણસાલી આજકાલ હીરામંડીના(Heera Mandi) શૂટિંગમાં વ્યસ્ત છે. અને જ્યારે ભણસાલી શૂટ કરે છે ત્યારે તેના માટે બીજું કંઈ વિચારવું મુશ્કેલ હોય છે. એટલા માટે તેણે હજુ સુધી 'કોફી વિથ કરણ' માટે હા નથી પાડી. રસપ્રદ વાત એ છે કે રાજામૌલી સંજય લીલા ભણસાલીના ફેન છે. તેથી બંનેને સાથે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : રણબીર કપૂર ની ફિલ્મ શમશેરા ની મુશ્કેલી વધી- બોયકોટ શમશેરા અને બોયકોટ બોલિવૂડ ની ઉઠી માંગ- જાણો શું છે કારણ

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 'કોફી વિથ કરણ'ના ત્રણ એપિસોડ આવી ચૂક્યા છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના (Rocky aur rani ki prem kahani)પહેલા એપિસોડમાં જોવા મળ્યા હતા, જ્યારે બીજા એપિસોડમાં સારા અલી ખાન અને જાહ્નવી કપૂરની મિત્રતા (friendship)જોવા મળી હતી. આ સિવાય સામંથા રૂથ પ્રભુએ અક્ષય કુમારની સાથે 'કોફી વિથ કરણ'માં ડેબ્યુ કર્યું હતું.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *