Site icon News Continuous Bureau

Stree 3: શું સ્ત્રી 3 માં અક્ષય કુમાર નહીં આ અભિનેતા ભજવશે સુપર વીલન ની ભૂમિકા? અભિનેતા અભિષેક બેનર્જી એ ખોલ્યું રહસ્ય!

Stree 3: સ્ત્રી 2 બાદ હવે લોકો સ્ત્રી 3 ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં આ ફિલ્મ ની વાર્તા સામે આવી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્ત્રી 2 માં જના ના પાત્ર માં જોવા મળેલો અભિનેતા અભિષેક બેનર્જી એ સ્ત્રી 3 ની વાર્તા કેવી હશે તે વિશે જણાવ્યું હતું.

stree 2 fame abhishek banerjee talks about jana to be super villain in stree 3

stree 2 fame abhishek banerjee talks about jana to be super villain in stree 3

News Continuous Bureau | Mumbai

Stree 3: સ્ત્રી 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ના દરેક પાત્રો લોકો ને ખુબ પસંદ આવી રહ્યા છે. હવે સ્ત્રી 2 બાદ લોકો સ્ત્રી 3 ની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્ત્રી 3 ની સ્ક્રીપટ નું કામ પૂરું થઇ ગયું છે. તેવામાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્ત્રી 2 માં જના ના પાત્ર માં જોવા મળેલો અભિનેતા અભિષેક બેનર્જી એ સ્ત્રી 3 ની વાર્તા કેવી હશે તે વિશે જણાવ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: કંગના રનૌત ની મળી જાનથી મારી નાખવાની ધમકી, અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર કર્યું આ કામ, ફિલ્મ ઇમર્જન્સી થી જોડાયેલો છે મામલો

સ્ત્રી 3 માં અભિષેક બેનર્જી બનશે સુપર વિલન? 

તાજેતર માં સ્ત્રી 2 નો જના એટલે કે અભિનેતા અભિષેક બેનર્જી એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં અભિષેક એ સ્ત્રી 2 માં તેને મળેલા પ્રેમ ને લઇને દર્શકો ને આભાર માન્યો હતો.અભિષેક એ જણાવ્યું કે સ્ત્રી 2 માં તેને સ્ત્રી પાસેથી સુપર પાવર મળ્યો છે કે તે જોઈ શકે છે કે સ્ત્રી અને સરકટેની દુનિયામાં શું ચાલી રહ્યું છે. આના પર જયારે અભિષેક ને પૂછવામાં આવ્યું કે શું સ્ત્રી 3 માં સુપર વિલન તરીકે જોવા મળશે? કારણ કે તેની પાસે તમામ શક્તિઓ છે. જેના જવાબ માં અભિષેક એ કહ્યું, ‘ઓહ, આ એક સરસ વિચાર છે. મને લાગે છે, અમર કૌશિક… તમારે આ સાંભળવું જોઈએ. હું સુપરવિલન બની શકું છું. સુપરવિલન તરીકે જના રસપ્રદ રહેશે. પરંતુ ચાલો જોઈએ, કારણ કે મને ખબર નથી કે તેમની શું યોજના છે. અથવા વાર્તા આગળ કેવી રીતે આકાર  લેશે પરંતુ હું જાણું છું કે જ્યારે પણ જના આવે છે, ગમે તે બ્રહ્માંડમાં, તમે લોકો ખૂબ જ આનંદમાં હશો. કારણ કે જે પણ મુસીબત આવવાની છે તે તેને જ થશે. તો ચાલો જોઈએ કે પિશાચ તેનું લોહી ચૂસે છે કે નહીં.’


સ્ત્રી માં જના ને સ્ત્રી ઉઠાવી ને લઇ ગઈ હતી. અને સ્ત્રી 2 માં જના સંજય બની ને સ્ત્રી અને સરકતે વચ્ચે શું ચાલી રહ્યું છે તે જોઈ શકતો હતો. હવે સ્ત્રી 3 માં તેની શું ભૂમિકા હશે એ તો જયારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ સામે આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version