News Continuous Bureau | Mumbai
Suhana khan: શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ખાન એફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ ધ આર્ચીઝ ની ટિમ કેબીસી 15 ના મંચ પર પહોંચી હતી.જેમાં સુહાના ખાન ઝોયા અખ્તર અને વેદાંગ સાથે હોટ સીટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને શાહરુખ ખાન સાથે જોડાયેલ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ સુહાના ખાને ખોટો આપ્યો આપ્યો હતો
સુહાના ખાને આપ્યો ખોટો જવાબ
તાજેતરમાં જ ફિલ્મ ધ આર્ચીઝ ની સ્ટારકાસ્ટ KBC 15 શોમાં પહોંચી હતી. આ દરમિયાન સુહાના ખાન, ઝોયા અખ્તર અને વેદાંગ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હતા આ દરમિયાન બિગ બી એ પ્રશ્ન પૂછ્યો કે, શાહરૂખ ખાનને હજુ સુધી આમાંથી કયું સન્માન મળ્યું નથી?’ વિકલ્પો હતા: a) પદ્મશ્રી, (b) લીજન ઓફ ઓનર, (c) L’Etoile d’Or અને (d) વોલપી કપ. સુહાનાએ જવાબ આપ્યો ‘પદ્મશ્રી.’ આ પ્રશ્નનો સાચો જવાબ હતો (D) વોલ્પી કપ. ખુદ બિગ બી પણ સુહાનાનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુહાનાના જવાબ પર તેના કોસ્ટાર વેદાંગ રૈનાએ પણ પૂછ્યું, ‘તમે તેને ખોટું કેવી રીતે કહી શકો?’ સુહાનાને ચીડવતા અમિતાભે કહ્યું, ‘દીકરીને ખબર નથી કે પિતાને શું મળ્યું છે.’ અમિતાભ બચ્ચને યાદ અપાવ્યું કે શાહરુખ ખાન ને વર્ષ 2005 માં પદ્મશ્રી મળ્યો હતો.
#AmitabhBachchan‘s expressions = our expressions
Posting this, because this is just……funny! 😂 pic.twitter.com/8WHzenrsVf
— Mimansa Shekhar (@mimansashekhar) December 15, 2023
સુહાના ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો શાહરુખ ખાન ની લાડકી દીકરી ને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે