Suhana khan: ‘ધ આર્ચીઝ’ થી એક્ટિંગ માં જ નહીં પરંતુ આ ક્ષેત્રે પણ ડેબ્યુ કરી રહી છે સુહાના ખાન, ચાહકો ને પોસ્ટ કરી ખાસ અપીલ

Suhana khan: સુહાના ખાન ધ આર્ચીઝ થી એક્ટિંગ માં ડેબ્યુ કરી રહી છે. હવે સુહાના ની એક પોસ્ટ એ ચાહકો માં ઉત્તેજના પેદા કરી છે. સુહાના ખાને પોતાની પોસ્ટ માં લખ્યું છે કે તેને ફિલ્મ ધ આર્ચીઝ ના એક ગીત ને પોતાનો અવાજ આપ્યો છે.

by Zalak Parikh
suhana khan sang this song from the archies first time

News Continuous Bureau | Mumbai 

Suhana khan: શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન મલ્ટી ટેલેન્ટેડ છે. સુહાના ખાન ધ આર્ચીઝ થી એક્ટિંગ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત તે ગાયકી માં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. થોડા સમય પહેલા, સુહાના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને ખુલાસો કર્યો કે જ્યારે તેણે ધ આર્ચીઝનું ‘જબ તુમ ના થે’  ગીત ગાયું ત્યારે તે પ્રથમ વખત ગાયિકા બની હતી. 

 

સુહાના ખાન બની ગાયિકા 

સુહાના ખાને આ ગીતનો સ્ક્રીનશોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે લખ્યું, “મેં મારું પહેલું ગીત ગાયું!! મારી સાથે આટલી ધીરજ રાખવા બદલ ઝોયા અખ્તર અને શંકર મહાદેવનનો આભાર, કૃપા કરીને પ્રેમથી સાંભળો.” આ ગીત ને ડોટ. (અદિતિ સહગલ), જાવેદ અખ્તર, શંકર-અહેસાન-લોય અને તેજસે પણ અવાજ આપ્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)


સુહાનાની આ પોસ્ટ પર અનન્યા પાંડે, ખુશી કપૂર અને નવ્યા નવેલી નંદાએ પણ કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ થી સુહાના ખાન ઉપરાંત ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ  Animal advance booking: એનિમલ ના એડવાન્સ બુકિંગે મચાવી ધૂમ, રિલીઝ પહેલા જ વેચાઈ અધધ આટલી ટિકિટ, જાણો મુંબઈ અને દિલ્હી ના ટિકિટ ના ભાવ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More