News Continuous Bureau | Mumbai
Suhana Khan: સુહાના ખાન અને ધ આર્ચીઝ ની આખી ટિમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હાલમાંજ, ‘ધ આર્ચીઝ’ની આખી સ્ટાર કાસ્ટ ફિલ્મ ના પ્રમોશન દરમિયાન ગીત ‘વા વા બૂમ’ પરફોર્મ કરતી જોવા મળી હતી. હવે સુહાના ખાનનો ફિલ્મ ના પ્રમોશન દરમિયાન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હુલા હૂપ કરતી જોવા મળી રહી છે. જેને જોઈ ને ઘણા તેના વખાણ કરી છે તો ઘણા તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
સુહાના ખાન નો વિડીયો
સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુહાના ફ્લોરલ પ્રિન્ટનું ફ્રોક પહેરેલી જોવા મળી રહી છે.આ દરમિયાન સુહાના હુલા હૂપ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ વિડીયો સુહાના ખાન ની ફિલ્મ ધ આર્ચીઝ ના પ્રમોશન દરમિયાન નો છે. સુહાના નો આ વિડીયો જોઈ કેટલાક અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે તો કેટલાકે તેને ટ્રોલ પણ કરી છે.
સુહાના ખાન થઇ ટ્રોલ
સુહાના ના આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘કાર્ટૂન લાગે છે.અન્યૂ એકે લખ્યું, ‘શાહરુખ ખાન ની દીકરી હોય એટલે કઈ પણ.બીજા એ લખ્યું, ‘ટેલેન્ટ લેસ સ્ટારકિડ્સ’ તો ઘણા એ તેના વખાણ માં ગુડ, ઓલ ધ બેસ્ટ, જેવી કમેન્ટ્સ પણ કરી છે.
આ સમાચાર પણ વાંચોઃ Suhana khan: ‘ધ આર્ચીઝ’ થી એક્ટિંગ માં જ નહીં પરંતુ આ ક્ષેત્રે પણ ડેબ્યુ કરી રહી છે સુહાના ખાન, ચાહકો ને પોસ્ટ કરી ખાસ અપીલ
