ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
અભિનેત્રી સુમોના ચક્રવર્તી 'ધ કપિલ શર્મા શો'નો ભાગ નથી એવી તમામ અટકળો પૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અભિનેત્રી સુમોનાએ તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર શોના સેટ પરથી એક તસવીર શૅર કરીને, આ અફવાઓને ફગાવી દીધી છે. આ સાથે, તેણે જાહેરાત કરી છે કે તે 'કામ પર પાછી' આવી છે. સુમોનાએ શૅર કરેલી તસવીરમાં તે 'ધ કપિલ શર્મા શો'ની ટીમના સભ્ય સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. નવી સિઝનના પ્રોમોમાંથી ગુમ થયા બાદ સુમોનાએ શો છોડ્યો હોવાની અફવાઓ ફેલાવાની શરૂ થઈ. આ પ્રોમો તાજેતરમાં કપિલે પોતાના સોશિયલ ઍકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. એ જ સમયે, જજ અર્ચના પૂરન સિંહે પણ સુમોનાના શોમાં પાછા આવવાની પુષ્ટિ કરી અને કહ્યું કે સુમોના શોનો એક ભાગ છે. અર્ચના પૂરન સિંહે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું, 'જો તમને લાગે કે સુમોના શોમાં નથી, તો તમને જલદી સરપ્રાઈઝ મળવાની છે. શોમાં સુમોનાનો અવતાર ઘણો જ અલગ હશે, પણ આપણી પાસે એ જ સુંદર સુમોના હશે.’
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં થવાની છે એક હસીનાની એન્ટ્રી ,રહી ચૂકી છે ક્રિતી સેનન ની કો -સ્ટાર