News Continuous Bureau | Mumbai
Sumona chakravarti: ધ કપિલ શર્મા શોમાં કપિલની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી સુમોના ચક્રવર્તી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોને જોયા બાદ ફેન્સની જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. આ વીડિયો જોયા પછી દરેક લોકો સુમોના ચક્રવર્તીના વખાણ કરતા થાકતા નથી. આ વીડિયો દુર્ગા પંડાલનો છે. જેમાં અભિનેત્રી ધુનુચી ડાન્સ કરી રહી છે.
સુમોના ચક્રવર્તી એ કર્યો ધુનુચી ડાન્સ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સુમોના ચક્રવર્તી લાલ રંગની સુંદર સાડીમાં જોવા મળી રહી છે. તેણે મોટી લાલ બિંદી પણ કરી છે. જે તેના લુકને કોમ્પ્લીમેન્ટ કરી રહી છે.આ દરમિયાન સુઓંન પારંપરિક બંગાળી લુક માં જોવા મળી હતી આ વીડિયોમાં સુમોના ચક્રવર્તી પશ્ચિમ બંગાળના સૌથી લોકપ્રિય ડાન્સ ધુનુચી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો ડાન્સ જોઈને લોકો દંગ રહી ગયા છે. તેણે એક ખાસ પ્રકારની માટી નું વાસણ મોંમાં દબાવીને ડાન્સ કર્યો છે. તેનો ડાન્સ જોઈને તેના ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે.
View this post on Instagram
સુમોના ચક્રવર્તી નું વર્ક ફ્રન્ટ
સુમોના ચક્રવર્તી ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, તેને ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. તે દેવ, યે હૈ આશિકી, સાવધાન ઈન્ડિયા, જમાઈ રાજા, બડે અચ્છે લગતે હૈ, કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને કપિલ શર્માના શોમાં જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 ankita lokhande and vicky jain: શું અંકિતા લોખંડે અને વિકી જૈન ના સંબંધ માં આવી ગઈ ખટાશ? આ વાત ને લઇ ને બન્ને વચ્ચે થઇ દલીલ